આવી રીતે ચૂપચાપ ઈંડા ચોરી રહ્યો હતો પોલીસ હેડ કોન્સ્ટેબલ, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

News18 Gujarati
Updated: May 16, 2021, 12:18 PM IST
આવી રીતે ચૂપચાપ ઈંડા ચોરી રહ્યો હતો પોલીસ હેડ કોન્સ્ટેબલ, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ
રસ્તા કિનારે ઊભેલી સાઇકલ રિક્ષામાંથી ઈંડા ચોરતો હેડ કોન્સ્ટેબલ કેમેરામાં થયો કેદ, આવી રીતે ફુટી ગયો ભાંડો

રસ્તા કિનારે ઊભેલી સાઇકલ રિક્ષામાંથી ઈંડા ચોરતો હેડ કોન્સ્ટેબલ કેમેરામાં થયો કેદ, આવી રીતે ફુટી ગયો ભાંડો

  • Share this:
ચંદીગઢ. પંજાબ પોલીસ (Punjab Police)ના એક એસએચઓ દ્વારા શાકભાજીની દુકાન પર લાત મારવાની ઘટના પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ વધુ એક ઘટનાથી પંજાબ પોલીસ શરમમાં મૂકાઈ છે. આ વખતે પંજાબના ફતેહગઢ સાહિબ કસ્બામાં રસ્તા વચ્ચે એક હેડ કોન્ટેવાબલ (Head Constable) દ્વારા ઈંડા (Egg) ચોરવાનો મામલો સામે આવ્યો છે. પંજાબ પોલીસના આ હેડ કોન્ટેજાબલની ઈંડા ચોરીનું કૃત્ય કોઈએ ચૂપચાપ મોબાઇલમાં રેકોર્ડ કરી દીધું અને તેના કારણે મામલાનો ઘટસ્ફોટ થયો.

આ સમગ્ર મામલો ચંદીગઢથી 40 કિલોમીટર દૂર ફતેહગઢ સાહિબ કસ્બામાં સામે આવી છે. રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હેડ કોન્ટે્બબલ પ્રીતપાલ સિંહ રોડ કિનારે સાઇકલ રિક્ષા પર લઈ જવામાં આવતા ઈંડાના કેરેટથી ઈંડા ઉઠાવીને પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હેડ કોન્સ્ટેબલ જે સમયે ઈંડાની ચોરી કરી રહ્યા છે તે સમયે સાઇકલ રિક્ષાનો માલિક ત્યાં હાજર નહોતો.
આ પણ જુઓ, VIDEO: પ્રેમીએ લગ્નનો ઇન્કાર કર્યો તો પાંચમા માળે ચઢી પ્રેમિકા, બોલી- ‘કૂદીને સુસાઇડ કરી લઈશ’

મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ઈંડા ભરેલી સાઇકલ રિક્ષાનો માલિક પોતાની ગાડીની નજીક આવે છે તો હેડ કોન્ટેયીબલ એક ઓટોને રોકવાનો ઈશારો કરે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ પંજાબ પોલીસે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. આ વિશે પંજાબ પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

આ પણ વાંચો, Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!

પોલીસ વિભાગે ટ્વીટમાં લખ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે, જેને ફતેહગઢ સાહિબ પોલીસના પ્રીતપાલ સિંહના કેમેરા પર ઈંડા ચોરતા કેદ થયા છે. જ્યારે સાઇકલ રિક્ષાનો માલિક પોતાની ગાડીની નજીક હતો. મામલાની ગંભીર નોંધ લેતા હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે અને વિભાગીય તપાસના આદેશ આપી દીધા છે.
Published by: Mrunal Bhojak
First published: May 16, 2021, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading