Purple Tomato: શું તમે ક્યારેય ખાધા છે જાંબલી ટામેટાં? લાલ-લીલા ટામેટાં કરતાં છે વધુ આરોગ્યપ્રદ
News18 Gujarati Updated: September 21, 2022, 1:00 PM IST
વૈજ્ઞાનિકોએ જિનેટિક મોડિફિકેશન કરીને બેસ્ટ પર્પલ ટમેટા તૈયાર કર્યા છે.
Purple Tomato Benefits: તાજેતરના એક અભ્યાસ (Study)માં જણાવવામાં આવ્યું છે કે લાલ-લીલા ટામેટાં કરતાં જાંબલી ટામેટાં (Purple Tomato) વધુ આરોગ્યપ્રદ છે.
Do You Know About Purple Tomato: કેટલાક ફળો અને શાકભાજી કુદરત દ્વારા આપણા માટે બનાવવામાં આવ્યા છે, જે વૃક્ષો અને છોડ પર ઉગે છે. કેટલીક શાકભાજી એવી હોય છે, જેનો ઉપયોગ રોજિંદા ધોરણે બધા જ કરે છે, પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી. આ શાકભાજીમાંથી એક ટામેટા છે. લાલ-લીલા ટામેટાં જેટલા સુંદર દેખાય છે, તેનો સ્વાદ પણ એટલો જ અદ્ભુત હોય છે. એટલું જ નહીં આ ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વૈજ્ઞાનિકોએ આમાં પણ જિનેટિક મોડિફિકેશન (Genetically modified purple tomatoes) કરીને કેટલાક વધુ સારા ટામેટાં તૈયાર કર્યા છે.
વિજ્ઞાનીઓએ લાલ ટામેટાંને બદલે જાંબલી ટામેટાં તૈયાર કર્યા છે, જે માત્ર સ્વાદમાં ટામેટાં જેવા જ નથી, પરંતુ તેની સ્મેલ પણ એવી જ છે. તાજેતરના અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જાંબુડિયા ટામેટાં લાલ-લીલા ટામેટાં કરતાં વધુ આરોગ્યપ્રદ છે. તેઓ ન માત્ર લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે, પરંતુ તેઓ કેન્સર જેવા રોગોના ઉપચારમાં પણ અસરકારક છે.
આરોગ્યથી ભરપૂર છે જાંબલી ટામેટાં
મિરરના રિપોર્ટ અનુસાર, આ જાંબલી ટામેટા યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર અને બ્રિટિશ બાયોકેમિસ્ટ કેથી માર્ટિને તેમની ટીમ સાથે તૈયાર કર્યા છે. તેઓ એવા ટામેટાં બનાવવા માગતા હતા જેમાં વધુ એન્ટીઑકિસડન્ટ હોય, જેમ કે બ્લેકબેરી અને બ્લૂબેરીમાં જોવા મળે છે. તેણે સ્નેપડ્રેગન ફૂલના બે જનીનોને જોડીને ટામેટાંમાં એક વિશેષ તત્વ ઉત્પન્ન કર્યું.
આ પણ વાંચો: 66 વર્ષની મહિલાએ ઘડિયાળના રિમોટની 55 બેટરી ગળી! ડોક્ટરો જોઈને ચોંકી ઉઠ્યા
તેના ફાયદા વિશે વાત કરીએ તો, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે કેન્સરથી પીડિત ઉંદરોને જાંબુડિયા ટામેટાં ખવડાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓ સામાન્ય ટામેટાં ખાનારા કરતા 30 ટકા લાંબુ જીવતા હતા. આ પછી, વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ ટામેટા કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસથી બચવામાં ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: પાણીની અંદર મૂનવોક કરી રહેલા છોકરાએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો
અડધો કપ ટામેટા કરશે કામ
જો દિવસમાં અડધો કપ જાંબલી ટામેટાં ખાવામાં આવે તો તેમાં રહેલું એન્થોસાયનિન બ્લૂબેરી જેટલો જ ફાયદો આપે છે. તેની શેલ્ફ લાઇફ પણ સામાન્ય ટામેટાં કરતાં બમણી છે. પ્રોફેસર માર્ટિન અનુસાર, આ કોઈ દવા નથી, પરંતુ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ દરેક રીતે ફાયદો કરે છે. પ્રોફેસર માર્ટિન દ્વારા સહ-સ્થાપિત કંપની નોર્ફોક પ્લાન્ટ સાયન્સના જણાવ્યા અનુસાર, જાંબલી ચેરી ટમેટાં 2023 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે, જ્યારે તેના બીજ પણ વેચવામાં આવશે જેથી લોકો તેને રોપણી કરી શકે.
Published by:
Riya Upadhay
First published:
September 21, 2022, 1:00 PM IST