રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી, સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ

News18 Gujarati
Updated: March 8, 2021, 1:39 PM IST
રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી, સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ
શૌચાલયનું પાણી મુસાફરોને પીવડાવવામાં આવતું હતું, Video વાયરલ થયા બાદ રેલવે તંત્ર આવ્યું એક્શનમાં

શૌચાલયનું પાણી મુસાફરોને પીવડાવવામાં આવતું હતું, Video વાયરલ થયા બાદ રેલવે તંત્ર આવ્યું એક્શનમાં

  • Share this:
નવી દિલ્હી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર જિલ્લામાં ગરોઠ રેલવે સ્ટેશન (Garoth Railway Station) ખાતે પીવાના પાણી (Drinking Water)ની પાઈપલાઈન શૌચાલય (Toilet)ની પાઇપ સાથે જોડાયેલી જાણવા મળતાં રેલવે સ્ટેશન માસ્ટર (Station Master)ને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અજય કુમાર પાલે જણાવ્યું હતું કે, આ ઘટના 1 માર્ચે સામે આવી હતી.

અજય કુમાર પાલે જણાવ્યું કે, એક પ્રાઇવેટ કંપનીના સ્વચ્છતા કર્મીએ શૌચાલયની પાઈપને પીવાના પાણીની ટાંકી સાથે જોડી દીધી હતી. જે બાદ તેને સફાઈ કરીને પીવા લાયક બનાવવામાં આવી છે. જે બાદ રેલવે એડમિનિસ્ટ્રેશને તપાસ કરીને સ્ટેશન માસ્ટર અને સફાઈ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ જુઓ, Ind vs Eng: ટેન્શન દૂર કરવા માટે બાળક બન્યા પંત અને રોહિત, ધવને શૅર કર્યો ‘તોફાની વીડિયો’ઉલ્લેખનીય છે કે, આ મામલો સોશ્યલ મીડિયા (Social Media) પર વિડીયો વાયરલ (Viral Video) થયા બાદ સામે આવ્યો હતો. જેના પાંચ દિવસ બાદ વેસ્ટ સેન્ટ્રલ રેલવે (Central Railway) એ 5 માર્ચના રોજ આ મામલે તાપસ કર્યાનું કહ્યું હતું.

આ પણ વાંચો, Flipkart પર આજથી શરૂ થયો Smartphone Carnival સેલ, ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદો શાનદાર સ્માર્ટફોન


આ મામલે યાત્રી સુવિધાની તપાસ દરમિયાન રેલવેના કોટા મંડલમાંથી સામે આવ્યો હતો. અગાઉ ન્યુઝ 18 રાજસ્થાને જણાવ્યું હતું કે, ઘણા યાત્રીઓએ રેલવેની ગેરજવાબદારી અને યાત્રીઓના સ્વાસ્થ્ય અંગે સવાલ ઉઠાવ્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: March 8, 2021, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading