કંગના રનૌટનાં મોઢે પોતાનાં વખાણ સાંભળી ધ્રુજવા લાગ્યા હતાં સાન્યા મલ્હોત્રાનાં હાથ, શેર કર્યો અનુભવ


Updated: April 3, 2021, 6:04 PM IST
કંગના રનૌટનાં મોઢે પોતાનાં વખાણ સાંભળી ધ્રુજવા લાગ્યા હતાં સાન્યા મલ્હોત્રાનાં હાથ, શેર કર્યો અનુભવ
sanyamalhotra/instagram

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પગલૈટમાં સાન્યાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી રહી છે. અભિનેત્રી કંગના રનૌતે પણ એક ટ્વીટ કરીને સાન્યાના કામની પ્રશંસા કરી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌત બોલિવૂડની ક્વિન તરીકે પ્રખ્યાત છે. કંગનાએ તાજેતરમાં સાન્યા મલ્હોત્રાના કામના વખાણ કર્યા હતા. આ વખાણ સાંભળીને સાન્યા ખૂબ ખુશ થઈ ગઈ હતી.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પગલૈટમાં સાન્યાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી રહી છે. અભિનેત્રી કંગના રનૌતે પણ એક ટ્વીટ કરીને સાન્યાના કામની પ્રશંસા કરી હતી. કંગનાની પોસ્ટ જોઇને અભિનેત્રી સાન્યા પણ ખૂબ ખુશ થઈ ગઈ હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં સાન્યાએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના કંગના મારી સિનિયર છે. હું તેની ખૂબ મોટી ફેન છું. મને તેમનામાંથી પ્રેરણા મળી છે. મારા કામને લઈ કંગનાએ કરે કરેલું ટ્વિટ મારા અને મારા પરિવાર માટે ખૂબ મોટા સમાચાર હતા. તે ટ્વિટ વાંચતી વખતે મારા હતા ધ્રુજી રહ્યા હતા. મને લાગ્યું હે ભગવાન, આવું? મને તો માનવામાં જ નહોતું આવતું. આ સુંદર ટ્વિટ માટે હું તેમની આભારી છું.

શું લખ્યું'તું કંગનાએ?

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે ટ્વિટ કર્યું હતું કે, "આ શાનદાર છે. હું ખૂબ ખુશ છું કે સાન્યાનું ટેલેન્ટ ઓળખવમાં આવી રહ્યું છે. મેં નેટફ્લિક્સ પર રિલીઝ પગલૈટ અંગે જાણ્યું, જે ખૂબ સારું પ્રદર્શન કરી રહીં છે. સાન્યા હું તમારા માટે કહું ખુશ છું. તમે આ માટે લાયક છો. આના કરતાં તમે વધુ ડીઝર્વ કરો છો." સાન્યાએ કંગનાને જવાબમાં કહ્યું કે, થેંક્યું.. આટલું લખીને હાથ જોડતી ઇમોજી પોસ્ટ કરી હતી.

કેવી છે પગલૈટ?ફિલ્મ પગલૈટ નેટફ્લિક્સ પર 26 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક મધ્યમ વર્ગના પરિવારની ભાવનાની વાત છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા સિવાય સયાની ગુપ્તા, શ્રુતિ શર્મા, આશુતોષ રાણા, રઘુબીર યાદવ, શીબા ચઢ્ઢા પણ મુખ્ય ભૂમિકામાં છે.
First published: April 3, 2021, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading