Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

News18 Gujarati
Updated: October 8, 2021, 11:23 PM IST
Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી
પ્રતિકાત્મક તસવીર

England news: ઇંગ્લેન્ડના (England) એક 21 વર્ષીય મહિલા (girlfriend and boyfriend beakup) અને તેના પ્રેમી વચ્ચે કંઈક આવું જ થયું હતું. જેના કારણે તેમના સંબંધમાં ત્રીરાડ (relation break) પડી હતી.

  • Share this:
કોઈપણ કપલ વચ્ચે સંબંધો (Relationship) ત્યાં સુધી જ ચાલે જ્યા સુધી બંને વચ્ચે વિશ્વાસ અને એક બીજા પ્રત્યે નિષ્ઠા (Loyalty) બની રહે. જે દિવસે આ બંને વસ્તુઓ સંબંધમાંથી ગાયબ થઈ જશે. એ દિવસે બધું જ બરબાદ થઈ જશે. ઇંગ્લેન્ડના (England) એક 21 વર્ષીય મહિલા અને તેના પ્રેમી વચ્ચે કંઈક આવું જ થયું હતું. જેના કારણે તેમના સંબંધમાં ત્રીરાડ પડી હતી. પરંતુ યુવતીને દુઃખ એ વાતનું છે કે તેના પ્રેમીની (Boyfriend) સાથે તેની માતાએ (Mother) પણ તેને ઠેશ પહોંચાડી હતી.

ઇંગ્લેન્ડના લેમિંગ્ટન સ્પામાં રહેતી એલિસા-મે હેરિસને થોડા સમય પહેલા ટિકટોક પર એક વીડિયો (tiktok video) શેર કર્યો હતો, જેમાં તેણીના જીવન સાથે જોડાયેલી એક દર્દનાક ઘટના જણાવી હતી. મિરર વેબસાઇટ અનુસાર, આ વીડિયોએ થોડા દિવસમાં 1 કરોડ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે. આ વીડિયોમાં એલિસાએ એક ખૂબ જ ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણીએ કહ્યું કે તેના બોયફ્રેન્ડ અને તેની માતા વચ્ચે ગેરકાયદે સંબંધો હતા. જ્યારે મહિલાને આ વિશે ખબર પડી ત્યારે તે ભારે આઘાત લાઘ્યો હતો.

વીડિયોમાં માતા અને બોયફ્રેન્ડ વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો

ટિકટોક પર વીડિયો શેર કરતી વખતે મહિલાએ કહ્યું કે વર્ષ 2018માં તેણે તેના પુત્રને જન્મ આપ્યો. લેબર પેઇનના કારણે તેને ઉતાવળમાં હોસ્પિટલ જવું પડ્યું. જ્યારે તેણીએ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો ત્યારે તેણે પહેલા ફોન ઉપાડ્યો ન હતો પરંતુ પાછળથી ફોન કર્યો અને કહ્યું કે તે કામમાં વ્યસ્ત છે અને થોડા સમય પછી તેને મળવા આવશે.

(એલિસાનીતસવીરઃInstagram/@alyssa_mae99)


એલિસા 7 વર્ષથી રાયન વિલિયમ્સ નામના આ વ્યક્તિ સાથે સંબંધમાં હતી અને તેને ખૂબ પ્રેમ કરતી હતી. જ્યારે રિયાન હોસ્પિટલમાં આવ્યો ત્યારે એલિસાને તે ક્યાં હતો અથવા મોડું કેમ થયું તે અંગે કોઈ શંકા નહોતી. તેમનું જીવન સારું ચાલી રહ્યું હતું જ્યારે વર્ષ 2020 માં, એલિસાના પડોશીઓએ તેને એક ગુપ્ત વીડિયો બતાવ્યો જેમાં તેની માતા એલિસાની ગેરહાજરીમાં અંદર જતા અને બહાર આવતા જોવા મળી હતી.આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

એલિસા નગ્ન ફોટા અને મેસેજ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી
વીડિયો જોયા બાદ જ્યારે એલિસાને શંકા ગઈ ત્યારે તેણે બોયફ્રેન્ડનો ફોન તપાશ્યો હતો. ફોનમાં, તેણે રાયન અને તેની માતા ટેમી સ્ટર્ડીની નગ્ન તસવીરો જોઈ હતી. એલિસા ફોટા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ તરત જ મેસેજીસ ચેક કર્યા અને તેમના દ્વારા તેણીને ખબર પડી કે બે વર્ષ પહેલા જ્યારે તે પ્રસૂતિના દુઃખાવાને કારણે હોસ્પિટલ જઈ રહી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

ત્યારે તેની માતા અને તેનો બોયફ્રેન્ડ એકબીજા વચ્ચે વાતો કરતા હતા અને બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો હતો. એલિસા સમજી ગઈ કે રાયન ડિલિવરીના દિવસે હોસ્પિટલમાં મોડો કેમ આવ્યો. આ બધું જાણીને, એલિસાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને ખૂબ જ અફસોસ થયો કે તેના બોયફ્રેન્ડ અને તેની પોતાની માતાએ તેની સાથે દગો કર્યો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

માતાએ તમામ આરોપોને ફગાવ્યા
એલિસાએ તરત જ તેના બોયફ્રેન્ડનો સામાન ઘરની બહાર ફેંકી દીધો. તેણીએ તેની માતા સાથેના તમામ સંબંધો પણ તોડી નાખ્યા અને હવે તે તેની સાથે વાત કરતી નથી. એલિસાએ કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ ખૂબ જ ખુશ છે. રિપોર્ટ અનુસાર, એલિસાની માતાએ તેના તમામ આરોપોને નકારી દીધા છે.

તેણે કહ્યું કે તે ચોક્કસપણે એલિસાની માતા છે પરંતુ તેણે વધુ જૂઠું બોલવાનું શરૂ કર્યું ત્યારથી તેણે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આ ઘટના બાદથી એલિસા ચાલતી રહી છે. તેનો બીજો બોયફ્રેન્ડ છે અને તે વર્ષ 2022માં ફરી માતા બનવા જઈ રહી છે.
Published by: ankit patel
First published: October 8, 2021, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading