વ્યક્તિએ બેગમાં રાખેલા ફોનમાં અચાનક લાગી આગ, જુઓ ચોંકાવનારો વીડિયો

News18 Gujarati
Updated: April 24, 2021, 3:47 PM IST
વ્યક્તિએ બેગમાં રાખેલા ફોનમાં અચાનક લાગી આગ, જુઓ ચોંકાવનારો વીડિયો
વીડિયો વાયરલ.

ટ્વિટરના અનેક યૂઝર્સને જણાવ્યા પ્રમાણે આગ માટે કંપની જવાબદાર નથી. અનેક યૂઝર્સ કહી રહ્યા છે કે આગ માટે મોબાઇલની બેટરી જવાબદાર છે

  • Share this:
નવી દિલ્હી: તમે અનેક વખત સાંભળ્યું હશે કે મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ. હવે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તા પર જઈ રહેલા વ્યક્તિની બેગમાં રાખેલા ફોનમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે વ્યક્તિનો હાથ અને વાળ બળી ગયા હતા. વ્યક્તિના જણાવ્યા પ્રમાણે ફોન સેમસંગ કંપનીનો હતો. તેણે 2016ના વર્ષમાં આ ફોન ખરીદ્યો હતો. જોકે, ટ્વિટરના અનેક યૂઝર્સના જણાવ્યા પ્રમાણે આગ માટે કંપની જવાબદાર નથી. અનેક યૂઝર્સ કહી રહ્યા છે કે આગ માટે મોબાઇલની બેટરી જવાબદાર છે.

SCMP News તરફથી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુગલ રસ્તા પર જઈ રહ્યું છે. જેમાંથી એક વ્યક્તિએ પોતાના ખભામાં થેલો ભરાવ્યો હોય છે. આ જ બેગમાં અચાનક આગ લાગી જાય છે. વ્યક્તિ ફટાફટ બેગને પોતાના શરીરથી દૂર કરી છે, પરંતુ આ દરમિયાન તે આગની ઝપટમાં આવી જાય છે. વીડિયોમાં વ્યક્તિના હાથ પર ઈજા થઈ હોવાનું જણાઈ આવે છે.

આ પણ વાંચો: અભ્યાસમાં દાવો- કોરોનાથી સાજા થયેલા લોકોમાં મોત અને ગંભીર બીમારીનું જોખમ વધારે

વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેની બેગમાં રહેલો ફોન સેમસંગ કંપનીનો હતો. આ ફોન તેણે 2016ના વર્ષમાં ખરીદ્યો હતો. વ્યક્તિના કહેવા પ્રમાણે તેણે ફોનની બેટરી પણ બદલી ન હતી. આગ લાગી ત્યારે તે ચાર્જિંગમાં ન હતો. વીડિયોના અંતમાં સળગેલો ફોન પણ બતાવવામાં આવ્યો છે. જોકે, વીડિયોમાં દેખાઈ રહેલા ફોનની પુષ્ટિ નથી કરવામાં આવી કે તે સેમસંગ કેપનીનો છે કે નહીં.

આ પણ વાંચો: લાલચુ નર્સ! દર્દીને સાદુ ઇન્જેક્શન આપી રેમડેસિવીર ચોરી લેતી હતી, બૉયફ્રેન્ડ આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચતો!

ટ્વિટર પર અનેક યૂઝર્સે આ વીડિયોને રી-ટ્વીટ કર્યો છે. એક યૂઝર્સના જણાવ્યા પ્રમાણે ફોનની બેટરી ફૂલાઈ ગઈ હોય તો આવું બની કે છે. એક યૂઝર્સે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે એવું બની શકે છે ફોનની પાછળનું કવર સરખી રીતે બંધ ન ખર્યું હોય, જેનાથી તે થેલામાં રાખેલી અન્ય કોઈ વસ્તુના સંપર્કમાં આવી ગયો હોય અને તેમાં આગ લાગી હોય.
આ પણ વાંચો: કોરોનાની આશંકાએ એમ્બ્યુલન્સે વૃદ્ધને હૉસ્પિટલ લઈ જવાનો કર્યો ઇન્કાર, થોડીવારમાં મોત; આઘાતમાં આવીને પુત્રનો આપઘાત


Jackie Lan (@jackielan2000) નામના અન્ય એક યૂઝર્સના કહેવા પ્રમાણે ફોન પાંચ વર્ષ જૂનો હોવાથી શક્ય છે કે બેટરી ફૂલાઈ જવાથી ફોનમાં આગ લાગી ગઈ હોય. યૂઝર્સના જણાવ્યા પ્રમાણે તેના ZTE BA910 ફોનની બેટરી બે વર્ષમાં ફૂલાઈ ગઈ હતી જેને તેણે 2017માં ખરીદી હતી.
Published by: Vinod Zankhaliya
First published: April 24, 2021, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading