OMG: 70 ફૂટ ઊંચા ઝૂલા પર આરામથી સૂવે છે આ ભાઈ-બહેન, video જોઈને આવી જશે હાર્ટ અટેક!
News18 Gujarati Updated: January 25, 2022, 5:10 PM IST
23 વર્ષનો સેમ સિમોન્સ (Sam Simons) અને 19 વર્ષની એરિયાના સિમોન્સ (Ariana Simons) એડવેન્ચર ટ્રિપના અત્યંત શોખીન છે. (Credit- Instagram/@Sam Simons)
Adventurous Stunt: 23 વર્ષનો સેમ સિમોન્સ (Sam Simons) અને 19 વર્ષની એરિયાના સિમોન્સ (Ariana Simons) એડવેન્ચર ટ્રિપના અત્યંત શોખીન છે. ભાઈ-બહેનની જોડી (siblings dangling on 70ft in the air)નો તાજેતરનો સ્ટન્ટ જોઈને તમારા રુંવાડા ઊભા થઈ જશે. તેઓ 70 ફૂટની ઊંચાઈ પર ઝૂલી રહ્યા છે!
Viral Adventurous Video: દરેકને કોઈને કોઈ વાતથી ડર (phobia) લાગે છે. કોઈ વધારે પાણી જોઈને ડરી જાય છે તો કોઈ ઊંચાઈ પર પહોંચીને નીચે જોતાં જ ચક્કર ખાઈ જાય છે. એવામાં જો તમને કોઈ 70 ફૂટની ઊંચાઈએ ઝૂલામાં લેટીને એન્જોય કરતું દેખાય, તો નબળા લોકોનું હૃદય બેસી જ જાય. આવો ખતરનાક અને શ્વાસ અટકી જાય તેવો સ્ટન્ટ કરીને બતાવ્યો છે ઓસ્ટ્રેલિયન ભાઈ-બહેનની જોડીએ.
23 વર્ષનો સેમ સિમોન્સ (Sam Simons) અને 19 વર્ષની એરિયાના સિમોન્સ (Ariana Simons) એડવેન્ચર ટ્રિપ્સના અત્યંત શોખીન છે અને પોતાના સાહસિક ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરતા રહે છે. ભાઈ-બહેનની આ જોડીએ આ વખતે કમાલ કરી દીધી છે. તેમનો લેટેસ્ટ સ્ટન્ટ જોઈને તમારું હૃદય થંભી જશે. ઇન્સ્ટાગ્રામ (Viral Instagram Reels) ઉપર તેમણે શેર કરેલી રીલ વાયરલ થઈ રહી છે.
70 ફૂટની ઊંચાઈ પર લેટવાનો આનંદન્યૂ સાઉથ વેલ્સમાં ફેમિલી વેકેશન મનાવી રહેલા ભાઈ-બહેને 70 ફૂટની ઊંચાઈ ઉપર પોતાનું હેમોક એટલે કે સૂઈ શકાય તેવો ઝૂલો લગાવ્યો અને બે પહાડ વચ્ચે ઝૂલતા દેખાયા. સેમ એક પર્વતની સપાટીથી 3 મીટરની ઊંચાઈ પર હતો અને તેની બહેન એરિયાના 10 મીટરની ઊંચાઈ પર હતી. ભાઈ-બહેનની આ જાંબાઝ જોડીએ આ જ ઝૂલા પર આખી રાત પસાર કરી.
Daily Mail સાથે વાત કરતા સેમએ જણાવ્યું હતું કે તેઓ આ રીતે રહેવાની કલ્પના વર્ષો પહેલા કરતા હતા, પરંતુ યોગ્ય પર્વત નહોતો મળતો. જ્યારે એ મળ્યો, તો અમે ફટાફટ અમારું સપનું પૂરું કરવામાં લાગી ગયા.
આ પણ વાંચો: OMG: આઝમગઢની ગલીઓમાં ફરી રહ્યો છે ભૂત! CCTV ફૂટેજ જોઈને લોકો બન્યા ભયભીત, Video Viral
આ ‘સાહસિકતા’ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
એરિયાના અને સેમ બંનએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ નાઇટ સ્ટેનો વીડિયો અને ફોટો શેર કર્યા છે. લોકોએ તેમને જોઈને તેમના વખાણ તો કર્યાં, પરંતુ તેમની સુરક્ષાને લઈને ચિંતા પણ દર્શાવી. જોકે, આ જોડી મુજબ તેમણે પોતાની સિક્યોરિટીની સંપૂર્ણ તૈયારી કરી હતી. તેમનું કહેવું છે કે, તેઓ પર્વતના એકદમ કિનારે હતા, જે 20 મીટર ઊંચાઈ પર હતી. જો તેઓ પડત તો પણ પહેલા પર્વત પર જાત. આમ પણ તેમણે પોતાને નેટથી ઝિપ કરી રાખ્યા હતા, એવામાં તમારી નીચે પડવાની શક્યતા ઘટી જાય છે.
Published by:
Nirali Dave
First published:
January 25, 2022, 5:10 PM IST