શું કોઈ વૃક્ષને લોહી નીકળે? આ 'બ્લડવૂડ ટ્રી'ને કાપીએ તો લોહી નીકળે છે

News18 Gujarati
Updated: January 13, 2021, 2:13 PM IST
શું કોઈ વૃક્ષને લોહી નીકળે? આ 'બ્લડવૂડ ટ્રી'ને કાપીએ તો લોહી નીકળે છે
વૃક્ષોમાં પણ સંવેદનશીલતા હોય છે. પાલતુ પ્રાણીઓની જેમ જ વનસ્પતિ પણ સંવેદન અનુભવે છે તેવુ ઘણીવાર પુરવાર થઈ ચુક્યું છે.

વૃક્ષોમાં પણ સંવેદનશીલતા હોય છે. પાલતુ પ્રાણીઓની જેમ જ વનસ્પતિ પણ સંવેદન અનુભવે છે તેવુ ઘણીવાર પુરવાર થઈ ચુક્યું છે.

  • Share this:
આપણે એ તો જાણીએ જ છીએ કે વૃક્ષો અને દરેક જાતની વનસ્પતિમાં જીવ હોય છે. મનુષ્યની જેમ જ તે શ્વાસ લે છે. વૃક્ષોમાં સંવેદના પણ હોય છે. માટે જ સંગીત કે મેણાં-ટોણાંની પર વૃક્ષો પર અસર થાય છે. દક્ષિણ આફ્રિકાના એક આદિવાસી વિસ્તારમાં જો કોઈ વૃક્ષને હટાવવુ હોય તો ગામના લોકો તે વૃક્ષ પાસે ભેગા થઇને તેણે કોસે છે. ખૂબ ગાળો આપે છે. થોડા દિવસમાં તે વૃક્ષ તેની જાતે જ બળી જાય છે અને પછી તેને કાપી લેવામાં આવે છે. એટલે કે વૃક્ષોમાં પણ સંવેદનશીલતા હોય છે. પાલતુ પ્રાણીઓની જેમ જ વનસ્પતિ પણ સંવેદન અનુભવે છે તેવુ ઘણીવાર પુરવાર થઈ ચુક્યું છે.

પણ માણસની જાત મોટેભાગે આ બધી વાતોને અવગણે છે અને વૃક્ષને પોતાના સ્વાર્થ માટે કાપે છે. પણ જો એવું બને કે, આપણે કોઈ વૃક્ષને કાપીએ અને તેમાંથી લાલ રંગનું લોહી નીકળે તો ? આપણે ડરી જઈએ ને. દક્ષિણ આફ્રિકામાં ખરેખર આવા વૃક્ષો છે જેને કાપવાથી તેમાંથી લોહી નીકળે છે. મોટાભાગે લોકો આ વૃક્ષથી અજાણ હોય છે અને જે તેના વિશે જાણે છે તેઓ તેને જાદુઈ વૃક્ષ માને છે.

ખૂબ જ ખતરનાક છે આ Lake, પાણીને સ્પર્શ કરતાં જ બની જવાય છે પથ્થર!

આ અનોખુ વૃક્ષ બ્લડવૂડ ટ્રી તરીકે ઓળખાય છે. અહીંના લોકો તેને  કિઆટ, મુકવા, મુનિંગા જેવા વિવિધ નામોથી પણ ઓળખે છે. તેનું વૈજ્ઞાનિક નામ સેરોકારપસ એંગોલેનસિસ છે. તે મોઝામ્બિક, જિમ્બાબ્વે, નામીબિયા અને તાંઝાનિયા જેવા દેશોમાં જોવા મળે છે. આ વૃક્ષને તમે કાપો કે પછી તેની કોઈ ડાળીને તોડો ત્યારે પણ તેમાંથી લોહી નીકળવા લાગે છે. લાલ રંગનું પ્રવાહી તેમાંથી ટપકે છે.

આ વૃક્ષની લંબાઈ 12થી 18 મીટર જેટલી હોય છે. અને તેની ડાળીઓ અને પાંદડાઓ છત્રીના આકારની જેમ વિકસે છે. તેના પાંદડાઓ ઘાટા રંગના હોય છે અને તેના પર પીળા રંગના ફૂલ આવે છે. આ વૃક્ષના લાકડામાંથી ઘણું કિંમતી ફર્નિચર પણ બને છે. અને તેનું લાકડું સરળતાથી વળી પણ શકે છે. આ વૃક્ષનો ઉપયોગ અનેક દવાઓમાં પણ કરવામાં આવે છે.
Published by: Kaushal Pancholi
First published: January 13, 2021, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading