અહીં સરકાર દરેકના ઘરે મોકલી રહી છે 2 ચડ્ડી! જમીનમાં દાટવા માટે 2 હજાર સફેદ Underwear, જાણો કારણ

News18 Gujarati
Updated: April 18, 2021, 8:29 AM IST
અહીં સરકાર દરેકના ઘરે મોકલી રહી છે 2 ચડ્ડી! જમીનમાં દાટવા માટે 2 હજાર સફેદ Underwear, જાણો કારણ
સ્વિત્ઝરલેન્ડમાં સરકારે દરેક ખેડૂતને જમીનમાં બે અંડરવેર દાટવાની અપીલ કરી, કારણ જાણી ચોંકી જશો

સ્વિત્ઝરલેન્ડમાં સરકારે દરેક ખેડૂતને જમીનમાં બે અંડરવેર દાટવાની અપીલ કરી, કારણ જાણી ચોંકી જશો

  • Share this:
નવી દિલ્હી. આપને અત્યાર સુધી જમીનની ગુણવત્તા (Land Quality) વધારવા માટે લોકોને તેમાં ખાતર (Fertilizer) મેળવતા જોવા મળ્યા છે. પરંતુ જો આપને કહેવામાં આવે કે માટીમાં અંડરવેર ડાટવાથી તેની ક્વોલિટી જાણી શકાય છે તો? સ્વિત્ઝરલેન્ડ (Switzerland)માં દરેક ઘરમાં સરકાર બે સફેદ અંડરવેર (Underwear) મોકલી રહી છે. આ અંડરવેરને લોકો જમીનમાં દાટી રહ્યા છે. આવું કરીને માટીની ક્વોલિટી તપાસમાં આવી રહી છે.

સરકાર કરી રહી છે કામ

સ્વિત્ઝરલેન્ડમાં માટીની ગુણવત્તા જાણવા માટે સરકાર ખેડૂતો પાસેથી મદદ લઈ રહી છે. સ્વિત્ઝરલેન્ડની રિસર્ચ સંસ્થાન એગ્રોસ્પેસે લોકોને બે અંડરવેર જમીનમાં દાટવા માટે કહ્યું છે. આ અંડરવેર સરકાર જ લોકોને મોકલી આપે છે. ત્યારબાદ તેને જમીનમાં દાટવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

આવી રીતે થશે તપાસ

તેમાં જે અંડરવેર જમીનમાં દાટવામાં આવશે તે જ માટીની ગુણવત્તા લોકોને જણાવશે. મૂળે, જે વિસ્તારમાં અંડરવેર માટીમાં ભળી જશે, તેનો અર્થ એ છે કે તે સ્થળે બેક્ટેરિયા કે અન્ય નાના જીવાણુઓ વધુ માત્રામાં છે. જો કપડાને વધુ નુકસાન ન થાય તો ત્યાંની જમીન ઉપજાઉ છે.આ પણ વાંચો, બાળક સ્કૂલમાં વહેંચી રહ્યું હતું 1-1 રૂપિયાની નોટ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસોએક મહિનામાં થઈ જશે કન્ફર્મ

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ અંડરવેર જમીનમાં એક મહિના સુધી દબાવીને રહેશે. સાથોસાથ જમીનમાં ટી બેગ્સ પણ નાખવામાં આવશે. એક મહિના સુધી અંડરવેર માટીમાં દબાયેલી રહેશે. ત્યારબાદ વૈજ્ઞાનિકો તેને બહાર કાઢી લેશે. ત્યારબાદ ડિજિટલ એનાલિસિસ કરવામાં આવશે. તેનાથી બેક્ટેરિયાની ગુણવત્તા જાણી શકાશે.
Published by: Mrunal Bhojak
First published: April 18, 2021, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading