પરફેક્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડરની ડિલિવર માટે રોબોટ્સનો ઉપયોગ!

News18 Gujarati
Updated: February 11, 2021, 1:08 PM IST
પરફેક્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડરની ડિલિવર માટે રોબોટ્સનો ઉપયોગ!
(રોઇટર્સ તસવીર)

આ કેફેમાં ગ્રાહકો જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે, જે બાદ રોબર્ટ્સ ઓર્ડર તૈયાર કરીને સીધા તેમના ટેબલ પર પહોંચાડે છે.

  • Share this:
દુબઈના રોબોકેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, રોબોટ્સે માણસોની જગ્યા લઇ લીધી છે. આ કેફેમાં ગ્રાહકો જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે, જે બાદ રોબર્ટ્સ ઓર્ડર તૈયાર કરીને સીધા તેમના ટેબલ પર પહોંચાડે છે. એક ગ્રાહક જમાલ અલી હસને જણાવ્યું કે, "આ એક સારો વિચાર છે." તેણે કહ્યું કે, "રેસ્ટોરન્ટમાં ફેરબદલ ઓછું છે, તેથી હું અપેક્ષા રાખું છું કે આ વિચાર લોકપ્રિય થશે. તમે ઓનલાઇન ઓર્ડર કરો છો અને રોબોટ તમારી સામે કામ કરશે. રોબોટ તમને જે જોઈએ તે મિનિટોમાં આપશે."

ઉલ્લેખનીય છે કે, રોબોકેફે બે વર્ષ કરતાં વધુ સમયથી કામ કરી રહ્યું છે, પરંતુ રોગચાળાને કારણે તેની શરૂઆત માર્ચ 2020થી મોડી થઇ હતી. અંતે સંયુક્ત આરબ અમિરાતમાં છૂટ અપાયા બાદ આ કેફે જૂનમાં ખુલ્યું હતું.

રોબોકેફે દુબઈની સરકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પહેલના સમર્થનથી બનાવવામાં આવ્યું હતું. અહીં માણસને ફક્ત ત્યારે જ બોલાવવામાં આવે છે, જ્યારે અવરોધો હોય અથવા કઈંક સૅનેટાઇઝ કરવાનું હોય.

આ પણ વાંચો: રાજકોટ: જિલ્લા ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, કૉંગ્રેસમાંથી આવનારાા નિલેશ વિરાણીને ટિકિટ

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાશિદ એસા લુટાહએ જણાવ્યું કે, "ગ્રાહક અહીં ટચ સ્ક્રીન પરથી ઓર્ડર આપે છે, પછી બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર કરે છે. રોબોટ નાના સર્વિસ બોટ દ્વારા ટેબલ પર ગ્રાહક સુધી પહોંચાડે છે."

આ પણ વાંચો: 'હિતેન્દ્ર મારા મરવાનું કારણ,' સાથળ પર સુસાઇડ નોટ લખીને ડૉક્ટર પત્નીનો આપઘાત જર્મન મેડ રોબોટ્સ ડ્રિંક્સ પણ બનાવે છે, જ્યારે સંપૂર્ણ સ્વાયત ડિલિવરી બોટ્સ યુએઈમાં ડિઝાઇન કરીને બનાવવામાં આવે છે.


ગ્રાહક વિન્સેન્ટ મેરિનોએ કહ્યું કે, "હું થોડો ટેકનોર્ડ છું, તેથી નાના રોબોટ્સ રૂમ્બા વેક્યૂમ ફૂડ પહોંચાડતાં જોતાં, તે કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં એસેમ્બલી લાઇન જેવું લાગે છે."
Published by: Vinod Zankhaliya
First published: February 11, 2021, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading