સુંદર યુવતી સાથે મસ્તીમાં ખૂબ નાચ્યા ગજરાજ, આ VIRAL VIDEO જોવાનું ચૂકતા નહીં

News18 Gujarati
Updated: October 3, 2021, 2:19 PM IST
સુંદર યુવતી સાથે મસ્તીમાં ખૂબ નાચ્યા ગજરાજ, આ VIRAL VIDEO જોવાનું ચૂકતા નહીં
યુવતી સાથે નાચતા હાથીઓનો વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર elephantsofworld નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

VIRAL VIDEO: સુંદર યુવતીને નાચતી જોઈ હાથી પણ તેની સાથે ઝૂમવા લાગ્યા, 70 હજાર યૂઝર્સે વીડિયો કર્યો પસંદ

  • Share this:
OMG Video: હાથીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થતા રહેતા હોય છે. આ વીડિયોને જોયા બાદ આપણે પણ હસવાનું રોકી નથી શકતા. આવા જ પ્રકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સુંદર યુવતી ડાન્સ કરી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુવતીની પાછળ જ ઊભેલા ગજરાજ પણ ડાન્સ (Girl Dancing With Elephant) કરી રહ્યા છે. આ વીડિયોને જોયા બાદ દરેક વ્યક્તી આ ક્ષણને રાહ જોઈ રહ્યા છે. એનિમલ લવર્સ માટે આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આ ક્યૂટ વીડિયોને જોયા બાદ અનેક લોકો ભાવુક પણ થઈ રહ્યા છે.

વાયરલ વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક સુંદર યુવતી મસ્તીભર્યો ડાન્સ કરી રહી છે. યુવતીનો ડાન્સ જોઈ પાછળ ઊભેલા હાથી પણ તેની નકલ કરવા લાગે છે. વીડિયોને જોયા બાદ જાણી શકાય છે કે આ કોઈ પાર્કની વીડિયો છે. પાર્કમાં યુવતી ઉપરાંત બે હાથી વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ ત્રણેયના ડાન્સે સોશિયલ મીડિયા પર કોહરામ મચાવી દીધો છે.
View this post on Instagram


A post shared by (@elephantsofworld)


આ પણ વાંચો, ગુજરાતથી જાલોર જઈને રમતા હતા જુગાર, પોલીસે 42 લોકોની ધરપકડ કરી, 30 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર elephantsofworld નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ (Social Media Users) આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અહેવાલ પ્રકાશિત થયા ત્યાં સુધી આ વીડિયોને 70 હજારથી વધુ લાઈક્સ (Elephant Dancing Video Likes) મળી છે. લોકો આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ પણ વાંચો, ફંદા પર લટકેલી મળી પરિણીતા, પતિ અને સાસુ-સસરા પર હત્યાનો આરોપ

આ વીડિયો પર કોમન્ટ કરતા એક યૂઝરે લખ્યું છે કે, હાથીઓ (Elephants) પ્રાણીઓમાં સૌથી વ્હાલા હોય છે. આ વિડીયો જોઈને મારો દિવસ સુધરી ગયો. બીજી તરફ, અન્ય એક યૂઝરે લખ્યું છે, વાહ નાચતા હાથીઓ, શું સુંદર દૃશ્ય છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યૂઝર્સ ઇમોટિકોન્સના માધ્યમથી પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: October 3, 2021, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading