હિમાલયમાં ઊડતી ખિસકોલીની બે નવી પ્રજાતિ મળી આવી, શોધથી વિજ્ઞાનિકો રોમાંચિત


Updated: June 11, 2021, 1:23 PM IST
હિમાલયમાં ઊડતી ખિસકોલીની બે નવી પ્રજાતિ મળી આવી, શોધથી વિજ્ઞાનિકો રોમાંચિત
Image Credits: Shutterstock/Representational

લેટેસ્ટ અભ્યાસના કારણે વિજ્ઞાનિકોએ વૂલી સ્ક્વોઇરલની પ્રથમ વર્ગીકૃત અને જૈવ ભૌગોલિક સમીક્ષા કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી આ એક પ્રજાતિ જ સામેલ હતી.

  • Share this:
વિશ્વમાં જીવ જંતુઓની લાખો પ્રજાતિ ઓળખી કાઢવામાં આવી છે. જ્યારે હજુ અનેક પ્રજાતિઓ એવી છે જેની ઓળખ થઈ શકી નથી. વિજ્ઞાનિકો આ દિશામાં સંશોધન કરી રહ્યા છે. ત્યારે ઊડતી ખિસકોલી એટલે કે woolly flying squirrelની બે નવી પ્રજાતિ સંશોધકોએ શોધી કાઢી હોવાનું જાણવા મળ્યું છે. જેનું વૈજ્ઞાનિક નામ યુપેટેરોસ સિનેરેઅસ છે.

વૈજ્ઞાનિકોની ટીમે સંશોધન દરમિયાન શોધી કાઢ્યું કે, વૂલી ઉડતી ખિસકોલીની બે અલગ પ્રજાતિઓ છે, જે હિમાલયની સૌથી ઊંચી જગ્યાઓ પર હજારો માઇલ દૂર વસે છે. અધ્યયનમાં નવી શોધાયેલ જાતિઓ વચ્ચેના તફાવત માટે મોર્ફોલોજિકલ પરીક્ષણો અને મોલેક્યુલર ફાયલોજેનેટિક વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લીનનિયન સોસાયટીના ઝૂઓલોજિકલ જર્નલમાં બે નવી પ્રજાતિઓનો અભ્યાસ ગયા અઠવાડિયે પ્રકાશિત થયો હતો. આ અધ્યયનમાં સામેલ વૈજ્ઞાનિકોના સમૂહમાં મુખ્ય વૈજ્ઞાનિક અને ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર ઓફ ધી ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર ક્રિસ્ટોફર એમ હેલગને પણ પોતાના સહયોગીઓ સાથે મ્યુઝિયમના નમૂનાની તપાસ કરી કેમેરા ટ્રેપ સહિતના સાધનોથી નજર રાખીને રહસ્યમય પ્રજાતિઓનું અધ્યયન કર્યું હતું. નવી શોધાયેલ બે પ્રજાતિઓનું નામ તિબેટીયન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ(યુપેટૌરસ તિબેટેન્સિસ) અને યુનાન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ(યુપેટેરસ નિવામન્સ) છે.

આ પણ વાંચો- OMG! મહિલાએ દીકરા માટે ઓર્ડર કર્યું ફ્રાઇડ ચિકન, આવ્યો ફ્રાઇડ ટૂવાલ

સંશોધનમાં ઉલ્લેખ કરાયો છે કે, તિબેટીયન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ ભારત, ભૂટાન અને તિબેટના વિસ્તારને આવરી લેતા હિમાલયના પ્રદેશમાં રહે છે. જ્યારે યુનાન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નન પ્રાંતમાં રહે છે.

વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ સામાન્ય રીતે 16,000 ફૂટની ઊંચાઈએ હિમાલયના પડકારજનક સ્થળે જોવા મળી છે. આ પ્રજાતિ દુર્ગમ સ્થળે વિકાસ પામે છે. આવા સ્થળે અન્ય પ્રાણીઓ હોવાનું પણ ખૂબ ઓછા વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે.વૂલી સ્ક્વોઇરલ નિશાચર હોય છે. ઉપરાંત તેના ભૂખરા-ભુરો ફર હોય છે, જે તેમને આસપાસના ભાગમાં છુપાવવા માટે મદદ કરે છે. પરિણામે તેમને સ્પોટ કરવાનું વધુ મુશ્કેલ હોય છે. પ્રાણીશાસ્ત્રી ઓલ્ડફિલ્ડ થોમસે 1888માં વૂલી સ્ક્વોઇરલને ઓળખી કાઢી હતી.

આ પણ વાંચો- 148 વર્ષ બાદ શનિ જયંતિ પર લાગશે સૂર્યગ્રહણ, જાણો આ ખાસ વાતો અને રાખો સાવધાની

સંશોધનમાં એમ પણ ઉલ્લેખ છે કે, 20મી સદી સુધી ઉડતી ખિસકોલી લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ 1994માં ઉત્તરી પાકિસ્તાનમાં તે ફરી જોવા મળી હતી.

લેટેસ્ટ અભ્યાસના કારણે વિજ્ઞાનિકોએ વૂલી સ્ક્વોઇરલની પ્રથમ વર્ગીકૃત અને જૈવ ભૌગોલિક સમીક્ષા કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી આ એક પ્રજાતિ જ સામેલ હતી.
First published: June 11, 2021, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading