અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

News18 Gujarati
Updated: April 16, 2021, 2:16 PM IST
અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા
પહેલા તો અનેક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી, બાદમાં નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ સમજમાં આવી ગયું

પહેલા તો અનેક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી, બાદમાં નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ સમજમાં આવી ગયું

  • Share this:
યૂકે. આપે આજ સુધીમાં દૂધની નદીઓ (Rivers of Milk) વહેતી હોવાની કહેવત સાંભળી હશે. પરંતુ યૂકે (UK)ના વેલ્સ (Wales)માં રહેનારા લોકોએ તેને સાક્ષાત જોઈ પણ લીધી. 15 એપ્રિલે અચાનક વેલ્સમાં વહેતી દુલાઇસ નદી (Dulais River)નું પાણી સફેદ થઈ ગયું. નદીમાં પાણીને બદલે દૂધ વહેતું જોવા મળતા લોકો પણ હેરાન રહી ગયા. હકીકતમાં નદીની પાસે જ એક દુર્ઘટનામાં દૂધથી ભરેલી ટ્રક પલટી ગઈ, જેના કારણે ટ્રકના ટેન્કરમાં ભરેલું બધું જ દૂધ નદીમાં વહી ગયું. તેનાથી નદીનું પાણી સફેદ થઈ ગયું.

વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર યુકેના આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 15 એપ્રિલની સાંજે Carmarthenshireમાં દૂધથી ભરેલી એક ટ્રક પલટી ગઈ. તેનાથી દરેક સ્થળે દૂધ ઢોળાઈ ગયું. આ દૂધ નદીમાં જઈને ભળી થયું જેના કારણે આખી નદીનું પાણી સફેદ થઈ ગયું. નેચરલ રિસોર્સિસ વેલ્સ (Natural Resources Wales, NRW)એ દૂધની ક્વોલિટી વિશે કંઈ પણ નથી કહ્યું. જોકે આ કારણથી નદીનું પાણી સફેદ થયું હતું, જે કન્ફર્મ કરી દીધું છે.આ પણ વાંચો, માણસાઈ લજવાઈ! અર્થીને ચાર કાંધ પણ ન મળી, લોડિંગ રિક્ષામાં શબ યાત્રા, જાણો શું છે કારણ

આ પણ વાંચો, દાવો- સપનામાં આવેલા ભગવાન શિવે જણાવ્યું મંદિરનું સ્થળ, ભક્તોએ ખોદકામ કર્યું તો થયો ચમત્કારનદીમાં વહેતું રહ્યું દૂધ

દુલાઇસ નદીનું સફેદ થયેલું પાણી ઘણા અંતર સુધી વહેતું રહ્યું. લોકો હેરાન હતા કે નદીનું પાણી સફેદ કેવી રીતે થઈ ગયું. લોકો ડોલ અને અનેક પ્રકારના વાસણો લઈને દૂધ ભરતા જોવા મળ્યા. પરંતુ તેની ક્વોલિટીને લઈ શંકા ઊભી થયેલી છે. અનેક લોકોએ પહેલા આ ઘટનાને ચમત્કાર ગણાવી. જોકે બાદમાં નદીનું પાણી સફેદ કેમ થયું તેનું કારણ સમજમાં આવી ગયું.
Published by: Mrunal Bhojak
First published: April 16, 2021, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading