Half Wheel Bicycle: શું તમે ક્યારેય અડધા પૈડાવાળી સાયકલ જોઈ છે? જુઓ એન્જિનિયરનો ગજબ આવિષ્કાર

News18 Gujarati
Updated: July 7, 2022, 1:53 PM IST
Half Wheel Bicycle: શું તમે ક્યારેય અડધા પૈડાવાળી સાયકલ જોઈ છે? જુઓ એન્જિનિયરનો ગજબ આવિષ્કાર
સેર્ગી ગોર્ડીએવ દ્વારા બનાવેલ સાઈકલનું પાછળનું વ્હીલ માત્ર અડધું છે.

Bizarre Half Wheel Bicycle : જો તમે માનતા હોવ કે તમારે સાયકલ (Bicycle) ચલાવવા માટે બંને પૈડાં સારી સ્થિતિમાં રાખવાની જરૂર હોય છે, તો એક એન્જિનિયરે (Engineer) આ ધારણાને બદલી નાખી છે અને તેણે હાફ વ્હીલથી સાયકલ ચલાવી છે.

  • Share this:
Bizarre Half Wheel Bicycle : કહેવાય છે કે આવશ્કયતા જ આવિષ્કારની જનની છે, પરંતુ કેટલાક એવા દિવાનાઓ હોય છે જેમના મગજ ખૂબ જ દોડે છે. એક એન્જિનિયરે કંઈક આવું જ વિચાર્યું અને હાફ વ્હીલ સાઈકલ (Half Wheel Bicycle) બનાવી. આ અનોખી સાઈકલ (Unique Bicycle)નું આગળનું વ્હીલ સામાન્ય છે પરંતુ પાછળનું વ્હીલ અડધું થઈ ગયું છે. સાઈકલ જોઈને તમને વિશ્વાસ નહિ થાય કે તે ચાલી પણ શકે છે.

અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે સાયકલ ચલાવવી હોય તો તેના બંને પૈડાં સારી સ્થિતિમાં હોવા જરૂરી છે, તો આ ધારણાને એક એન્જિનિયરે બદલી નાખી છે અને તેણે સાયકલને હાફ વ્હીલથી ચલાવી છે. એન્જિનિયરનું નામ સેર્ગી ગોર્ડિએવ (Sergii Gordieiev) છે, જે યુટ્યુબર પણ છે. તે પોતાની વિચિત્ર શોધ માટે પ્રખ્યાત છે અને તેણે આ યાદીમાં વધુ એક અનોખી વસ્તુનો સમાવેશ કર્યો છે.

અડધા પૈડાવાળી સાયકલ બનાવી!


સેર્ગી ગોર્ડીવની આ વિચિત્ર રચનામાં, સામાન્ય સાયકલના બે પૈડાને બદલે, ફક્ત એક સંપૂર્ણ વ્હીલ છે, જ્યારે પાછળના પૈડા અડધા માઉન્ટ થયેલ છે. રસપ્રદ વાત એ છે કે આ અડધા પૈડાવાળા પૈડાંની મદદથી પણ સાઇકલ સારી રીતે ચાલી રહી છે.

આ પણ વાંચો: Indian Air Forceમાં પિતા-પુત્રીએ ફાઈટર જેટ ઉડાવીને રચ્યો ઈતિહાસ, જાણો Ananya અને Sanjay Sharmaની કહાનીજો તમને સાંભળવામાં આટલું સરળ લાગતું હોય તો તમે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા વિડિયો પરથી તેની પાછળની મહેનત પણ જોઈ શકો છો. તેણે એક યોગ્ય સાયકલને કાપી તેને એક અલગ જ પ્રોજેક્ટ તરીકે તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: જમીનથી સેંકડો ફૂટની ઊંચાઈએ નાની બાળકીએ બતાવ્યો ખતરનાક સ્ટંટ, ભડક્યા લોકો!


આખરે શું છે આ સાયકલનો ફાયદો?

સરગીએ તેને બનાવવા માટે તેના રિમ અને વ્હીલને અડધા ભાગમાં કાપીને સાયકલ પૂર્ણ કરી છે. તેઓએ પાઈપ અને ચેઈનની મદદથી હાફ-વ્હીલ વ્હીલ્સને એવી રીતે જોડ્યા છે કે તેઓ યોગ્ય ક્રમમાં જમીન પર પડીને ફરતા રહે છે. સરગી કહે છે કે તેના દ્વારા બનાવેલી સાઇકલ માત્ર મેદાનો અને સપાટ જગ્યાઓ પર જ સારી રીતે ચાલતી નથી, પરંતુ તે ઉંચી- નીચી સપાટી પર પણ સારી રીતે કામ કરે છે. હવે આ સાઇકલમાં લોકો કેટલો રસ દાખવે છે, તે તો ખબર નથી, પરંતુ આજ સુધી આ સાઇકલની આનાથી વધુ વિચિત્ર ડિઝાઇન કોઇએ જોઇ નહિ હોય.
Published by: Riya Upadhay
First published: July 7, 2022, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading