દાવો- સપનામાં આવેલા ભગવાન શિવે જણાવ્યું મંદિરનું સ્થળ, ભક્તોએ ખોદકામ કર્યું તો થયો ચમત્કાર

News18 Gujarati
Updated: April 13, 2021, 1:09 PM IST
દાવો- સપનામાં આવેલા ભગવાન શિવે જણાવ્યું મંદિરનું સ્થળ, ભક્તોએ ખોદકામ કર્યું તો થયો ચમત્કાર
પ્રતીકાત્મક તસવીર (Image-shutterstock.com)

માતા-દીકરાના સપનામાં મહાદેવજીએ પહાડી પર એક સ્થળ બતાવ્યું, ખોદકામમાં મળ્યું પ્રાચીન મંદિર અને મૂર્તિઓ

  • Share this:
કમલેશ ભટ્ટ, ચંપાવત. કહેવાય છે કે દેવભૂમિ ઉત્તરાખંડ (Uttarakhand)ના કણ કણમાં ભગવાન (God) વિરાજમાન છે. ચંપાવત જિલ્લા (Champawat District)ના એક ગામમાં આ હકીકતને રજૂ કરતી તસવીરો સામે આવી છે. ચંપાવતના ચેકુનીબોહરા ગામમાં સોમવારે એક પહાડીના ખોદકામ દરમિયાન 11મીથી 13મી સદીના મંદિરો (Temple)ના ભગ્ન અવશેષ મળ્યા છે. પહેલા માતા અનિતા દેવી, બાદમાં દીકરા સાગર મહરને સપનામાં દેખાયેલા ભગવાન શિવે (Lord Shiva) જણાવેલા સ્થળ પર નવરાત્રિ (Navratri 2021)થી ઠીક એક દિવસ પહેલા ચમત્કાર (Miracle) થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પહાડી પર ખોદકામ કરતાં 11થી 13મી સદીના પ્રાચિન શિવ મંદિર મળ્યા.

કહેવાય છે કે સપના પણ સાચા પડતા હોય છે. ભગવાન શિવના દિવસ એટલે કે સોમવારે એક માતા-દીકરાને આવેલા સપનામાં ઘરની નજીકની પહાડી પર મંદિર દટાયેલું હોવાના સંકેત મળ્યા છે. સવારે સપનું જોનારા શિવ ભક્ત સાગરે ગામ લોકોની સાથે ખોદકામ કર્યું તો ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર મળી આવ્યું. આ મંદિરમાંથી ભગવાન ગણેશ, ચતુર્ભુજ દેવીની મૂર્તિઓ પણ મળી છે.

આ પણ વાંચો, Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું, રોકાણ કરવા માટેની ગોલ્ડન તક


આ પણ વાંચો, Bank Holidays: આજથી આવનારા 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, ચેક કરો આ સમગ્ર યાદી!

ચંદ રાજાઓની હતી રાજધાનીચંદ રાજાઓની રાજધાની કહેવાતા ચંપાવતના ચેકુનીબોહરા ગામની એક પહાડી પર ખોદકામ દરમિયાન મળેલા મંદિર અને મૂર્તિઓને લઈને જાણકાર જણાવે છે કે ખોદકામમાં મંદિરમાં મળ્યા ભગ્નાવશેષ. અવશેષો ચંપાવતમાં કત્યૂરી શાસન અને ચંદ રાજાઓના સમયમાં બનેલા મંદિર જેવા છે. હાલના સમયમાં આ મંદિરોનું સંરક્ષણ પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. ખોદકામમાં પ્રાચીન શિવ મંદિર મળ્યા બાદ ખોદકામ સ્થળ પર સ્થાનિક લોકોની સાથે જેમને પણ ખબર પડી તે ખોદકામ સ્થળે એકત્ર થઈ રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: April 13, 2021, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading