મેરેજ એનિવર્સરી પર મહિલાને ગિફ્ટમાં મળ્યું એક કિલોગ્રામનું મંગળસૂત્ર? પતિએ જણાવ્યું વાયરલ વીડિયોનું સત્ય

News18 Gujarati
Updated: May 25, 2021, 8:36 AM IST
મેરેજ એનિવર્સરી પર મહિલાને ગિફ્ટમાં મળ્યું એક કિલોગ્રામનું મંગળસૂત્ર? પતિએ જણાવ્યું વાયરલ વીડિયોનું સત્ય
વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાના મંગળસૂત્રનું વજન એક કિલો હોવાનું ચર્ચાતું હતું. (તસવીર- Twitter)

પતિને એ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે પત્નીને ગિફ્ટ આપવાના ચક્કરમાં પોલીસ તેના દરવાજા પર આવી પહોંચશે

  • Share this:
મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના એક કપલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં કપલ પોતાની મેરેજ એનિવર્સરી (Marriage Anniversary) ઉજવતું જોવા મળી રહ્યું છે. સાધારણ ઉજવણીની વચ્ચે યૂઝર્સની નજર વીડિયોમાં જોવા મળી રહેલા મહિલાના મંગળસૂત્ર (Mangalsutra) તરફ પડી. ઘૂંટણ સુધીની લંબાઈવાળું આ આભૂષણ સામે આવતાં જ ઇન્ટરનેટ પર ડિજિટલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આટલા મોંઘા મંગળસૂત્રને લઈને અનેક પ્રકારના અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા. જોકે બાદમાં આ કેસમાં પોલીસ (Police)ની એન્ટ્રી થઈ તો સત્ય સામે આવી ગયું.

વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાના મંગળસૂત્રનું વજન એક કિલો હોવાનું કહેવાતું હતું. ઇન્ટરનેટ યૂઝર્સની સાથોસાથ આ કિંમતી આભૂષણ પર ભિવંડી પોલીસની નજર પણ પડી. પોલીસે વીડિયોમાં મહિલાની સાથે જોવા મળતા શખ્સની પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, પોતાની પત્નીને એક કિલોનું મંગળસૂત્ર આપનારા કોલીએ સમગ્ર કહાણી પોલીસને સામે રજૂ કરી છે.

આ પણ જુઓ, Viral Video: કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા

રિપોર્ટ મુજબ, કોલીએ પોલીસને જાણકારી આપી કે તે મંગળસૂત્ર નકલી છે અને તેને એક સ્થાનિક જ્વેલરી શોપથી 32 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ મંગળસૂત્ર પત્નીને એટલા માટે આપ્યો હતો કારણ કે તે મેરેજ એનિવર્સરીને ખાસ બનાવવા માંગતો હતો. જોકે તેને એ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે પત્નીને ગિફ્ટ આપવાના ચક્કરમાં પોલીસ તેના દરવાજા પર આવી પહોંચશે.

આ પણ જુઓ, આ છે બેસ્ટ પાર્કિંગ સેન્સર: કાર પાર્ક કરાવતા સ્માર્ટ ડોગનો વિડીયો વાયરલ
પોલીસે કર્યા સતર્ક

કોલી તરફથી મળેલી જાણકારીના આધારે પોલીસે તપાસ કરી. પોલીસે આ દરમિયાન જ્વેલરી શોપના માલિક સાથે પણ મામલાની પુષ્ટિ કરી. તેના થોડા સમય બાદ સુધી કોલીની પૂછપરછ થઈ અને તેને પોલીસ સ્ટેશનથી જવા દેવામાં આવ્યો. ભિવંડી પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર કિંમતી ચીજોની પ્રદર્શની કરવાને લઈ અલર્ટ કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટનો ઉપયોગ અપરાધી કરી શકે છે. સાથોસાથ લોકોને કિંમતી ચીજોને બેંકના લોકરમાં રાખવાની સલાહ આપવામાં આવી.
Published by: Mrunal Bhojak
First published: May 25, 2021, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading