Funny Video: વરે કન્યાના ખભા પર હાથ મૂક્યો તો પંડિતજીએ કહ્યું કંઈક એવું, જોઈને હસવાનું રોકી નહીં શકો
News18 Gujarati Updated: June 20, 2021, 1:24 PM IST
તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામઃ trending_wedding_couples
લગ્ન સમયે પંડિતજીએ મંત્રોચ્ચારની વચ્ચે વરરાજાની કહી એવી વાત કે ચોરીમાં ફેલાયું હાસ્યનું મોજું, જુઓ Viral Video
નવી દિલ્હી. લગ્ન (Wedding)એ વર (Groom) અને કન્યા (Bride)ના પરિવારો સહિત સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ માટે આનંદનો અવસર હોય છે. બોલિવૂડ ફિલ્મોની અસરના કારણે લગ્ન પ્રસંગોમાં ઘણી ઝાકઝમાળ જોવા મળે છે. લગ્ન પ્રસંગોમાં વરરાજાના જૂતાની ચોરી હોય કે નાક ખેંચવાના પ્રસંગો, તે હંમેશા યાદગાર રહેતા હોય છે. લગ્ન સમયે પણ ચોરીમાં પણ આવા કેટલાક હળવા પ્રસંગો બનતા હોય છે જેના કારણે વર અને કન્યા પક્ષ બંનેમાં ખુશી અને હાસ્યનો માહોલ છવાઈ જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક પ્રસંગ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વર અને કન્યાનો આ વીડિયો થોડાક જ સેકન્ડનો છે પણ તે વાયરલ (Viral Video) થઈ ગયો છે. લગ્નની ચોરીમાં બેઠેલા વર અને કન્યાને પંડિતજીએ મંત્રોચ્ચાર સાથે કંઈક એવું કહ્યું કે, તે સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો પોતાનું હસવાનું રોકી ન શક્યા. વર અને કન્યા તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે.
આ પણ વાંચો, Father’s Day 2021: 11 વર્ષથી વેન્ટીલેટર અને ઓક્સિજનના સહારે પિતા, સંતાનોએ આવા અંદાજમાં ઉજવ્યો ‘ફાધર્સ ડે’
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વર અને કન્યા મંડપમાં બેઠા અને ત્યાં અન્ય લોકો પણ લગ્નની વિધિમાં રસ લઈ રહ્યા છે. પંડિતજી લગ્નના મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. આ દરમિયાન વરે કન્યાના ખભા પર હાથ મૂકી દીધો હતો. વરે લાંબા સમય સુધી કન્યાના ખભા પર હાથ મૂકી રાખ્યો અને પંડિતજીના મંત્રોચ્ચાર સાંભળી રહ્યો હતો. પંડિતજીની જ્યારે તેની પર નજર ગઈ તો તેમણે તરત મંત્રોચ્ચારની વચ્ચે જ કહ્યું કે, તમે હાથ હટાવી લો. આ સાંભળતા જ વર-કન્યા સહિત ત્યાં હાજર તમામ લોકો હસીને બેવડ થઈ ગયા.
આ પણ વાંચો, Father’s Day 2021: ‘ફાધર્સ ડે’ની ઉજવણી આ 5 ફિલ્મો જોયા વગર છે અધૂરી!
આ વીડિયો જોવામાં ખૂબ રસપ્રદ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે. યૂઝર્સ વીડિયો પર પોતાના મજેદાર ર રિએક્શન પણ આપી રહ્યા છે. સાથોસાથ લોકો કોમેન્ટ્સમાં પંડિતજી પર આફરિન થતા તેમના વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ વીડિયો ટ્રેન્ડિંગ વેડિંગ કપલ્સ (trending wedding couples)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ થયો છે.
Published by:
Mrunal Bhojak
First published:
June 20, 2021, 1:24 PM IST