New Zealandની વેબસાઇટ વેચી રહી છે દેશી ખાટલો, કિંમત સાંભળીને હોશ ઉડી જશે

News18 Gujarati
Updated: August 30, 2021, 2:12 PM IST
New Zealandની વેબસાઇટ વેચી રહી છે દેશી ખાટલો, કિંમત સાંભળીને હોશ ઉડી જશે
ઘણી વિદેશી વેબસાઇટ્સ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે જોડાયેલી તમામ વસ્તુઓને વિન્ટેજના નામે વેચીને સારા નાણા કમાઈ રહી છે.

Viral News: ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટ ખાટલાને Vintage India Daybed નામ આપીને હજારો રૂપિયામાં વેચી રહી છે!

  • Share this:
વેલિંગટન. ન્યૂઝીલેન્ડની (New Zealand) એક વેબસાઇટ (Website) 41,000 રૂપિયામાં ભારતીય ખાટલાને (Indian charpoy)વેચી રહી છે. આવું પહેલીવાર નથી બની રહ્યું. આ પહેલા પણ ઘણી વિદેશી વેબસાઇટ્સ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે જોડાયેલી તમામ વસ્તુઓને વિન્ટેજના નામે વેચીને સારા નાણા કમાઈ રહી છે. તેમાં મોંઘાથી લઈને Hella Designs અને કુર્તા-પાયજામા સુધી સામેલ છે. ત્યાં સુધી કે ધાર્મિક કર્મકાંડો અને ધાર્મિક રિવાજોમાં લગાવવામાં આવતું ચંદન પણ આ માર્કેટિંગનો હિસ્સો બની જાય છે. જોકે, અનેકવાર વિદેશી લોકો આ ચક્કરમાં ભારતીય સંસ્કૃતિની (Indian Culture) ખોટી વ્યાખ્યા અને તેનું ખોટું પ્રેઝન્ટેશન પણ કરે છે. તેના કારણે તેમની અનેકવાર ટીકા થાય છે અથવા તો મજાક પણ થાય છે.

વર્ષ 2019માં British clothing brandએ vintage, boho dressesના વેચાણના કારણે ટીકાને પાત્ર બની હતી. આ ડ્રેસ ભારતમાં અનેકવાર પહેરાતા કુર્તા કે ખમીસ જ હતો. વિદેશી વેબસાઇટ પર બીજી ભારતીય આઇટમમાં નવી વસ્તુ ઉમેરાઈ છે અને તે છે દેશી ખાટલો. ન્યૂઝીલેન્ડની આ બ્રાન્ડ એનાબેલ્સે પાતળી સૂતળીની ભરેલા આ ખાટલાને Vintage India Daybedના નામથી 41,000 રૂપિયામાં વેચી રહી છે. ભારતમાં વેચનારા ખાટલા અને એનાલેબ્સના તથાકથિત ખાટલાની કિંમતમાં ઓછામાં ઓછો 10 ગણાનો અંતર છે.

આ પણ વાંચો, VIRAL: 12 વર્ષના બાળકે સ્કૂલની રજાઓમાં ઘરે બેઠા 2 કરોડ રૂપિયાની કરી કમાણી, કર્યું આ જોરદાર કામ

વેબસાઇટ પોતાના તરફથી એક અલગ અને ઓરિજિનલ ખાટલાના રૂપમાં પ્રદર્શિત આ ખાટલો વેબસાઇટ પર 800 ન્યૂઝીલેન્ડ ડૉલર એટલે કે 41,211.85 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં કોઈ પણ લોકલ બજારમાં તમે તેને 1,000 રૂપિયામાં ખરીદી શકો છો. ત્યાં સુધી કે અમેઝોન ઈન્ડિયામાં આ ખાટલો 8,000 રૂપિયાથી શરૂ કરીને 10,000 રૂપિયામાં હોઈ શકે છે.

આ પણ જુઓ, VIRAL VIDEO: એક વર્ષના માસૂમે પોતાના ‘Superhuman Power’થી ઉઠાવ્યો 6 કિલોગ્રામનો ગોળો

ઘણા અજાણ લોકોને ભલે આ ખાટલો અલગ લાગી શકે છે. આ ખાટલાને ફ્રેમમાં બનાવવામાં આવે છે. આવા ખાટલા દેશના તમામ રાજ્યોમાં જુદા-જુદા આકાર, ઊંચાઈના જોવા મળે છે. કેટલાક પ્રદેશના લોકો ખાટલોઓમાં નકશીકામ પણ કરાવે છે. ભારતમાં પણ હાલના સમયમાં ખાટલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરના આંગણામાં ખાટલો પડેલો જોવા મળવો એ એક સામાન્ય બાબત છે. આ ઉપરાંત, હાઇવે પર આવેલા ઢાબા-હોટલોમાં પણ ભોજન ખાટલા પર જ પીરસવામાં આવે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિએ ભારતીય ખાટલાને 50,000 રૂપિયામાં વેચવાનો પ્રચાર કર્યો હતો. તેમાં ભારતીય ખાટલાની ખૂબીઓ પણ દર્શાવવામાં આવી હતી.
Published by: Mrunal Bhojak
First published: August 30, 2021, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading