બોયફ્રેન્ડે બ્રેકઅપ કર્યું તો યુવતીએ 23 લાખની સુપરબાઇક ફૂંકી મારી, જુઓ VIRAL VIDEO

News18 Gujarati
Updated: June 29, 2021, 1:12 PM IST
બોયફ્રેન્ડે બ્રેકઅપ કર્યું તો યુવતીએ 23 લાખની સુપરબાઇક ફૂંકી મારી, જુઓ VIRAL VIDEO
યુવતીએ એક્સ-બોયફ્રેન્ડથી બદલો લેવા તેના બાઇક પર પેટ્રોલ છાંટી આગને હવાલે કર્યું, બીજા 6 વાહનો પણ થયા રાખ

યુવતીએ એક્સ-બોયફ્રેન્ડથી બદલો લેવા તેના બાઇક પર પેટ્રોલ છાંટી આગને હવાલે કર્યું, બીજા 6 વાહનો પણ થયા રાખ

  • Share this:
બેન્કોક. પ્રેમમાં દગો (Break Up) થતાં લોકો અલગ-અલગ રીતે પોતાના ગુસ્સાને વ્યક્ત કરતા હોય છે. ઇન્ટરનેટ (Internet) પર એક આવો જ આશ્ચર્યમાં મૂકનારો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમાં એક યુવતી પોતાના એક્સ બોયફ્રેન્ડ (Ex-Boyfrined)ની બાઇકને આગને હવાલે કરી દે છે. આ સુપરબાઇક (Super Bike)ની કિંમત 23 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ વીડિયો થાઇલેન્ડનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પેટ્રોલનું ગેલન સુપરબાઇક પર ખાલી કરી દે છે અને પછી લાઇટરથી આગ ચાંપી દે છે. રિપોર્ટ્સ મુજબ, યુવતીએ પોતાના એક્સ બોયફ્રેન્ડની બાઇકને એટલા માટે આગ લગાવી દીધી, કારણ કે તેણે બ્રેકઅપ કરી દીધું હતું. યુવતીનું સુપરબાઇક પર ગુસ્સો ઠાલવવાનું કૃત્ય પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચો, મુંબઈમાં માત્ર 35 દિવસમાં ઊભી કરાઈ 2170 બેડની જમ્બો કોવિડ-19 હૉસ્પિટલ

મહિલાએ ગિફ્ટ કરી હતી બાઇક
યુવતી પોતાના એક્સ બોયફ્રેન્ડથી બદલો લેવા માટે બેન્કોનના શ્રીનાખરિનવિરોટ યુનિવર્સિટી પહોંચી હતી. જ્યાં તે કામ કરે છે. યુવતીએ જ પોતાના એક્સ બોયફ્રેન્ડને આ બાઇક ગિફ્ટ આપી હતી.

આ પણ વાંચો, WhatsApp પર આવી રહ્યું છે ખાસ ફીચર! બદલાશે વોઇસ મેસેજ મોકલવાનો અંદાજ

આ ઘટનાથી કોઈને નુકસાન પહોંચ્યું નથી. પરંતુ બાઇકની પાસે પાર્ક કરવામાં આવેલા 6 વાહનો પણ આગની ઝપટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે પાર્કિંગમાં પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને મહિલા પર આગચંપી કરવાનો આરોપ છે.
Published by: Mrunal Bhojak
First published: June 29, 2021, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading