ચીનમાં આ પહાડની ચોટી પર છે ધરતીનું ‘સ્વર્ગ’, જાણો 500 વર્ષ જૂના મંદિર સુધી લોકો કેવી રીતે પહોંચે છે

News18 Gujarati
Updated: December 18, 2020, 8:47 AM IST
ચીનમાં આ પહાડની ચોટી પર છે ધરતીનું ‘સ્વર્ગ’, જાણો 500 વર્ષ જૂના મંદિર સુધી લોકો કેવી રીતે પહોંચે છે
(Photo: Instagram/jahangardii2020)

2,200 મીટર ઊંચાઈ પર આવેલા આ સુંદર મંદિર સુધી પહોંચવા માટે 8000 પગથિયાં, થશે રોમાંચક અનુભવ

  • Share this:
ચીન (China)માં એક એવું મંદિર (Temple) છે જે એક નાની ચોટી પર બાંધવામાં આવ્યું છે જ્યાંથી ખૂબ જ દુર્લભ નજારો જોવા મળે છે. ચીનના વુલિંગ માલાના માઉન્ટ ફૈનજિંગ પર બે નાના મંદિર બાજુ-બાજુમાં સ્થિત ચોટીઓ પર બનાવવામાં આવેલા છે. આ ચોટીઓને રેડ ક્લાઉડ્સ ગોલ્ડન પીક કહેવામાં આવે છે. આ બંને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા મંદિર 500 વર્ષ જૂના છે જે મિંગ ડાયનેસ્ટીના સમયમાં બનાવવામાં આવ્યા હતા.

આજે પણ એ કોઈ નથી જાણતું કે તે સમયે કેવી રીતે મોડર્ન સુવિધાઓ વગર આ મંદિર આટલી ઊંચી ચોટી પર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હશે. આ મંદિરને ફેંગજિનશાન (Fanjingshan Ziran) મંદિર કહેવામાં આવે. આ બે અલગ-અલગ મંદિર છે જે એક આર્કના માધ્યમથી એક-બીજા સાથે જોડાયેલા છે.

(Photo: biletivsvit)


આ પણ વાંચો, Flipkart Big Saving Days Sale: આજથી શરૂ થઈ રહ્યું છે ફ્લિપકાર્ટનું બમ્પર સેલ, મળશે 70% સુધી છૂટ

મંદિર સુધી કેવી રીતે પહોંચાય છે?
આ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને 8000 પગથિયાં ચડીને બુદ્ધના મંદિર સુધી પહોંચવાનું હોય છે જે દક્ષિણ તરફ છે અને પુલને પાર કરીને ઉત્તરની તરફ મૈત્રીય મંદિર સુધી જવાય છે. જેમ-જેમ તમે પગથિયાં ચડતા જશો તેમ-તેમ તમને આ સ્થળની કુદરતી સુંદરતાના દર્શન થશે. મંદિર લગભગ 2,200 મીટર ઊંચાઈ પર સ્થિત છે.


આ પણ વાંચો, ક્રિસમસ પર ખરીદો Honda Activa 6G! કંપની આપી રહી છે પૂરા 5,000 રૂપિયાનું કેશબેક

બૌદ્ધ ધર્મમાં માઉન્ટ ફૈનજિંગને પૂજવામાં આવે છે. ઈતિહાસકારોનું માનીએ તો આ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મથી જોડાયેલા અનેક મંદિર આવેલા છે. આ મંદિર 16મી શતાબ્દીમાં નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ બે મંદિરોને છોડીને દરેક વિસ્તારમાં લગભગ 50 મંદિર આવેલા છે. આ બે મંદિરોની સુંદરતા જોઈને દુનિયાભરના લોકો અહીં દર્શન કરવા આવે છે. અનેક પર્યટક આ વિસ્તારમાં ફરે છે.
Published by: Mrunal Bhojak
First published: December 18, 2020, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading