TikTok સ્ટાર મહિલાના બાળકને જોઈને લોકો કહેતા હતા- 'મારી નાંખો તેને', કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો


Updated: July 27, 2021, 10:59 AM IST
TikTok સ્ટાર મહિલાના બાળકને જોઈને લોકો કહેતા હતા- 'મારી નાંખો તેને', કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો
ડેરેકને હોલોપ્રોસેંસફલી છે, જેના કારણે તેના ચહેરાનો વિકાસ નથી થઈ શક્યો. (તસવીર- TikTok/ Amber)

Viral Photo: ડેરેકને હોલોપ્રોસેંસફલી છે, જેના કારણે તેના ચહેરાનો વિકાસ નથી થઈ શક્યો, ટિકટોક સ્ટાર અંબરે પોતાના દીકરાને લઈ ટ્રોલર્સે આપ્યો જોરદાર જવાબ

  • Share this:
એક માતા માટે તેનું બાળક સૌથી સુંદર અને વિશેષ હોય છે. માતા તેના બાળકની વિરુદ્ધ કંઈ નથી સાંભળી શકતી. એક મહિલા સાથે પણ આવું જ કઈંક થયું છે. ત્યારે પોતાના બાળક અંગે જેવું-તેવું કહેનારને મહિલાએ ફટકાર લગાવી છે.

ન્યુઝ એયુના રિપોર્ટ અનુસાર, ટિક્ટોક યુઝર અંબરે (TikTok User Amber) પોતાના બાળકનો વિડીયો ટિક્ટોક પર અપલોડ કર્યો હતો. ત્યારે ઘણા લોકોએ તેના બાળકને જોઈને તેને ટ્રોલ કરી હતી, તો બીજી તરફ ઘણા લોકોએ સકારાત્મક કમેન્ટ્સ પણ કરી હતી. કમેન્ટ્સમાં ઘણા લોકોએ તેના બાળકને 'ઈટ' પણ કહ્યું હતું અને કહ્યું હતું કે, પોતાના બાળકને મારી નાંખો. ઉલ્લેખનીય છે કે, અંબરે તેના બાળકનો વિડીયોમાં પૂછ્યું કે, 'હાય ડેરેક, શું હવે તું જાગી ગયો છે?' ત્યારે આ વિડીયો જોઈને ઘણા લોકોએ ખરાબ પ્રતિક્રિયા આપી હતી અને એક યુઝરે કહ્યું હતું કે, મને માફ કરજો, પરંતુ આ બાળક જોઈને બીક લાગી ગઈ. ઘણી કમેન્ટ્સ તો એવી છે કે જેને જોઈને તમને ગુસ્સો પણ આવી જાય.

મળતી માહિતી મુજબ, અંબરના પુત્ર ડેરેકને હોલોપ્રોસેન્સફલી (Holoprosencephaly) છે. જેમાં બાળકનું માથું ડાબી અને જમણી ગોળાર્ધમાં વિભાજીત (Left and right hemispheres) નથી થઇ શકતું. સાથે જ તે ચહેરાના વિકાસને પણ પ્રભાવિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, બાળકના વિડીયો પર આટલી ખરાબ કમેન્ટ્સ જોઈને બાળકની માતાએ ડેરેકની પરિસ્થિતિ વર્ણવતા અને ટ્રોલર્સ પર પલટવાર કરતા વિડીયો પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો, Alert: આ છોડ દેખાય તો ભૂલેચૂકે પણ ન જતા નજીક, તેના ઝેરના કારણે મહિનાઓ સુધી પીડાય છે લોકો

ફૂટેજમાં માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કેટલાક સંકેતો વિશે જણાવ્યું કે તેના બાળક સાથે કઈંક ઠીક નથી, પરંતુ ગર્ભાવસ્થાના આઠ મહિનાની ગર્ભવતી થવા પર પણ તેની પાસે સંપૂર્ણ તસ્વીર નહોતી. તેણીએ જણાવ્યું કે, તેણે અને તેના સાથીએ ગર્ભપાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે વિચાર તેમણે બદલી દીધો હતો. જોકે,ડોક્ટર્સનું કહેવું હતું કે ડેરેક જન્મ બાદ જીવિત નહીં બચે. ભારે જણાવ્યું કે, 'અમે તેને જવા દેવા માટે તૈયાર હતા, અમે તેને અલવિદા કહેવા માટે તૈયાર હતા. જો તેના પહેલા બાળકને મળવું સ્વાર્થ છે, તો હા અમે સ્વાર્થી માતા-પિતા છીએ, અમને ખુશી છે કે અમે આવું કર્યું, કારણ કે તે જીવિત છે. તે મરી નથી રહ્યો. તે જીવિત રહેવા માટે લડી રહ્યો છે.

આ પણ વાંચો, Horror Story: ઘરની બહાર જોવા મળ્યું ‘કાળુ ભૂત’, ડરેલી યુવતીએ તાત્કાલિક પૂજારીને બોલાવી કરાવી શુદ્ધિ!

લોકો કરે છે ખરાબ વાતો

અંબર કહે છે કે તે ડેરેકની સ્થિતિ વિશેના પ્રશ્નોના જવાબો આપવા બદલ ખુશ છે અને સમજે છે કે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ શકે છે. વિડીયો પોસ્ટ કરીને તેમણે તેમના વિશે ખરાબ ટિપ્પણીઓ કરનારાઓને ઠપકો આપ્યો. તેમણે તેમની વાત સાંભળતા પહેલા ધારણાઓ બાંધનારાઓને પણ ફટકાર લગાવી હતી. જેમાં કેટલાક લોકો એવા પણ હતા કે જેમણે ધાર્યું હતું કે તેણે તેમના પિતરાઇ ભાઇઓ સાથે સંભોગ કર્યો હશે.
First published: July 27, 2021, 10:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading