ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું Air Indiaનું વિમાન, લોકો થયા પરેશાન, જુઓ VIDEO

News18 Gujarati
Updated: October 4, 2021, 9:37 AM IST
ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયું Air Indiaનું વિમાન, લોકો થયા પરેશાન, જુઓ VIDEO
વીડિયો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે.

Viral Video: એર ઈન્ડિયાના ખરાબ વિમાનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બની ઘટના, રસ્તા પર સર્જાયો ટ્રાફિકજામ

  • Share this:
નવી દિલ્હી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો (Delhi) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એર ઈન્ડિયાનું એક વિમાન (Air India Plane) ફુટઓવર બ્રિજની (FOB) નીચે ફસાઈ ગયું છે. આ ઘટના દિલ્હીથી ગુરૂગ્રામને (Delhi to Gurugram) જોડનારા રસ્તા પર બની. લગભગ 40 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસ વિમાન ફસાઈ ગયું હતું. જોઈ શકાય છે કે ફુટઓવર બ્રિજની નીચેથી વિમાન પસાર થઈ રહ્યું હતું અને આ દરમિયાન તેનો પાછલો હિસ્સો ફુટઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

વીડિયો સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. એર ઈન્ડિયા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી. કંપનીએ જણાવ્યું કે એક ખરાબ વિમાનને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું. એર ઈન્ડિયાએ કહ્યું કે, આ ખરાબ વિમાનને જેણે ખરીદ્યું હતું, તે તેને લઈને જઈ રહ્યા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એક જૂનું, ખરાબ થઈ ચૂકેલું જહાજ છે જેને પહેલા જ વેચવામાં આવ્યું છે.


આ પણ વાંચો, ગુજરાતથી જાલોર જઈને રમતા હતા જુગાર, પોલીસે 42 લોકોની ધરપકડ કરી, 30 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત

વિમાન ફસાઈ જતાં લાંબો ટ્રાફિકજામ થઈ ગયો

વીડિયોમાં વાહનોને રસ્તાની એક તરફ પસાર થતા જોવા મળતા હતા, જ્યારે બીજી તરફ મોટાપાયે ટ્રાફિકજામ લાગી ગયો હતો અને વાહનોની સ્પીડ ધીમી પડી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનો આગળનો હિસ્સો તો સરળતાથી નીકળી ગયો પરંતુ પાછળનો ભાવ ફુટઓવર બ્રિજની નીચે ફસાઈ ગયો.

આ પણ જુઓ, સુંદર યુવતી સાથે મસ્તીમાં ખૂબ નાચ્યા ગજરાજ, આ VIRAL VIDEO જોવાનું ચૂકતા નહીં

દિલ્હી એરપોર્ટના (Delhi Airport) એક અધિકારીએ એવું પણ કહ્યું કે આ ઘટનામાં કોઈ ફ્લાઇટ કે ચાલુ વિમાન નથી. અધિકારીએ કહ્યું કે, વિમાન દિલ્હી એરપોર્ટથી સંબંધિત નથી અને વીડિયોમાં (Viral Video) તેને વિંગ વગર લઈ જવામાં આવી રહ્યું છે. એવું લાગે છે કે આ એક ખરાબ વિમાન છે અને ડ્રાઇવરે તેને લઈ જતી વખતે ખોટો નિર્ણય લીધો હશે.
Published by: Mrunal Bhojak
First published: October 4, 2021, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading