Viral Video: રડતા ઘોડાના આંસુ જોઈ લોકોનું હૃદય પીગળી ગયું, કહ્યું, "તેને આઝાદ કરો!"
News18 Gujarati Updated: January 7, 2022, 8:26 AM IST
રડતા ઘોડાને જોઇ સૌનું દિલ દ્રવી ઉઠ્યું
સમગ્ર વીડિયો (Horse Crying Video) દરમિયાન ઘોડાની આંખોમાં વહેતા આંસુ જોયા બાદ સોશિયલ મીડિયા (Viral Video On Social Media) પર લોકોનું હૃદય (heart melting video) પીગળી રહ્યું છે. તેઓ આ ઘોડાને આઝાદ કરવાની માંગ કરી રહ્યા છે.
ઘણી વાર લોકો ભૂલી જાય છે કે મનુષ્યની જેમ પ્રાણીઓ (Wildlife Video) પણ પીડાય છે અને તેમને પણ મુશ્કેલી થાય છે. તેઓ કદાચ પોતાની પીડા કોઈ સામે વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેમની આંખો (heart melting video)માં પીડા છલકાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Viral On Social Media) પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘોડો આંખોથી પોતાની પીડા વ્યક્ત કરી રહ્યો છે.
વીડિયોમાં ઘોડાને બેફામ રડતો જોઈને સોશિયલ મીડિયા પર (Viral on Internet) લોકોનું હૃદય પીગળી ગયું છે. લોકો તેની આંખો જોઈને ભાવુક થઈ ગયા છે અને જે વ્યક્તિએ તેને શેર કર્યું છે તેને ઘોડાની પીડાનું કારણ પૂછી રહ્યા છે. નાના વીડિયોમાં (Horse crying video) ઘોડાના મોટા મોટા આંસુ જોઈને તમે કરુણાથી ભરાઈ જશો.
આ પણ વાંચો: viral: 21 વર્ષની ઉંમરે Boeing 737 પ્લેન ઉડાવે છે યુવતી! ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રખ્યાતઆંસુ જોઈને પીગળી જશે હૃદય
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘોડાની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા છે. આ વીડિયો એક હોસ્પિટલનો હોય તેનું લાગે છે જ્યાં ઘોડાને સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ દરમિયાન ઘોડાના આંસુ ધોધ જેવા છે.
વીડિયોમાં ઘોડાની પીડાનો અંદાજ તેના આંસુથી જ લગાવી શકાય છે. ઘોડાનો ઓરિજિનલ ઓડિયો વીડિયોમાં નથી, પરંતુ તેના આંસુ કહી રહ્યા છે કે તે કેટલો દુખી છે.
આ પણ વાંચો: Viral Video: ભારતીય મહિલાએ તેના વાળ વડે 12,000 કિલોની ડબલ ડેકર બસ ખેંચી! બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
લોકોએ કહ્યું, "આ ઘોડાને મુક્ત કરો"
ઇમોશનલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 81,000થી વધુ લોકોએ જોયો છે. બીજી તરફ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ભાવુક થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે વીડિયો જોયા બાદ તેમની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, "મહેરબાની કરીને આ ઘોડાને મુક્ત કરો. હું તેની પીડા જોઈ શકતો નથી." એ જ રીતે ઘણા યુઝર્સ એડમિનને પૂછી રહ્યા છે કે ઘોડો શા માટે રડે છે.
Published by:
Riya Upadhay
First published:
January 7, 2022, 8:20 AM IST