ચાની કિટલી પર વાંદરો ધોઈ રહ્યો હતો વાસણ, લોકો જોતા જ રહી ગયા! જુઓ VIRAL VIDEO

News18 Gujarati
Updated: July 4, 2021, 3:27 PM IST
ચાની કિટલી પર વાંદરો ધોઈ રહ્યો હતો વાસણ, લોકો જોતા જ રહી ગયા! જુઓ VIRAL VIDEO
વાંદરાના વાસણ ધોતા વીડિયોને બે લાખથી વધુ લાઇક્સ મળી, સોશિયલ મીડિયા યૂઝરે વાનરને આપી આવી ઓફર!

વાંદરાના વાસણ ધોતા વીડિયોને બે લાખથી વધુ લાઇક્સ મળી, સોશિયલ મીડિયા યૂઝરે વાનરને આપી આવી ઓફર!

  • Share this:
નવી દિલ્હી. સોશિયલ મીડિયા (Social Media) પર જાનવરોના મજેદાર વીડિયો અનેકવાર વાયરલ (Funny Viral Video) થતા રહે છે. આવા વીડિયોઝ લોકોને ખૂબ પસંદ આવે છે અને હસાવીને પેટ પણ દુખાડી દે છે. અનેક એવા વીડિયો પણ આવે છે જેને જોઈને લોકો અચંબામાં પડી જતા હોય છે. આવો જ એક વીડીયો તાજેતરમાં સામે આવ્યો છે. આ એક વાંદરાનો વીડિયો (Monkey Viral Video) છે, જે ચાની કિટલી પર બેસીને મોજથી વાસણ ધોતો જોવા મળી રહ્યો છે. લોકો આ દૃશ્ય જોઈને આંખો ચોળવા લાગ્યા હતા.

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ચાની દુકાન છે, જ્યાં ઘણા લોકો પણ છે. બીજી તરફ , એક ટેબલ રાખવામાં આવ્યું છે જેની પર વાસણ અને પાણીનું ટબ મૂકેલું છે. ત્યાં બેઠેલો એક વાંદરો ટબના પાણીમાં પ્લેટ ધોઈ રહ્યો છે.આ પણ વાંચો, રાતોરાત લખપતિ બનાવી શકે છે આ 50 પૈસાનો સિક્કો, જાણો કેવી રીતે અને ક્યાં વેચશો

વાંદરાનું ધ્યાન માત્ર તેના કામમાં જ છે. ત્યાં ઊભેલા લોકો વાંદરાને જોઈને અચંબામાં પડી જાય છે. પરંતુ વાંદરો જરા પણ વિચલિત થયા વગર પોતાના કામમાં જ મગ્ન છે. વાંદરાને વાસણ ધોતો જોઈને એવું જ લાગી રહ્યું છે જાણે કોઇ માણસ જ વાસણ ધોઈ રહ્યો છે.

આ પણ જુઓ, PHOTOS: સ્પીડ બ્રેકર પર ઉછળી કાર, આગળ જતી કારને મારી જોરદાર ટક્કર

વાંદરાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથોસાથ વીડિયો પર જોરદાર રિએક્શન પણ આપી રહ્યા છે. આ વીડિયો પર બે લાખથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. તો બીજી તરફ વીડિયોને જોઈ કેટલાક લોકો નારાજ છે. તેઓ જાનવરો સાથે કામ કરાવવાને ખોટું માની રહ્યા છે. એક યૂઝરે મજેદાર કોમેન્ટ કરતાં લખ્યું કે, સેલરી કેટલી લઈશ.
Published by: Mrunal Bhojak
First published: July 4, 2021, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading