Viral Video: નદી કિનારે શિકાર માટે સિંહણ અને મગર વચ્ચે દિલધડક લડાઈ, વિડીયો જોઈ યુઝર્સ ચોંકી ગયા
Updated: January 26, 2022, 4:19 PM IST
નદી કિનારે શિકાર માટે સિંહણ અને મગર વચ્ચે દિલધડક લડાઈ, વિડીયો જોઈ યુઝર્સ ચોંકી ગયા
OMG: એક સિંહણ નદીમાં (Lioness) ઉતરી છે અને તે મગરનાં (Crocodile) મોઢામાંથી શિકારને છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. સિંહણને હુમલો કરતા જોઈને મગર પણ વળતો જવાબ આપવાનું શરૂ કરે છે. અંતે બંને પાણીની બહાર નીકળી જાય છે અને એકબીજાનો સામનો કરે છે.
જંગલ (Forest)માં શિકારના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે. વાઘ, સિંહ, દીપડો જેવા અનેક પ્રાણીઓ (Animals) શિકાર કરીને પોતાનું જીવન વિતાવે છે. આવા શિકારના વિડીયો (Jungle Video) ઘણી વખત ખૂબ જ વાયરલ (viral video) થાય છે. ત્યારે તાજેતરમાં લોકોને આશ્ચર્યમાં મૂકી દેતો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે. જેમાં મગર સિંહણ સાથે બાથ ભીડતો જોવા મળે છે. આ વિડીયોને અનેક લોકોએ પસંદ કર્યો છે.
વાઇલ્ડલાઇફ (Wildlife) સાથે જોડાયેલો આ વિડીયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક સિંહણ નદીમાં ઉતરી છે અને તે મગરના મોઢામાંથી શિકારને છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. સિંહણને હુમલો કરતા જોઈને મગર પણ વળતો જવાબ આપવાનું શરૂ કરે છે. અંતે બંને પાણીની બહાર નીકળી જાય છે અને એકબીજાનો સામનો કરે છે.
બંને વચ્ચે થાય છે જોરદાર લડાઈ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સિંહણ પાણીમાં જઈને મગરના મોઢામાંથી શિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. મગર પણ પોતાનો શિકાર છોડવા માંગતો નથી. આ બાબતે બંને વચ્ચે ખૂબ જ ઝપાઝપી થાય છે. પાણીની અંદર તો આવું થાય જ છે સાથે બંને પાણીમાંથી બહાર નીકળીને પણ લડાઈ કરે છે. શિકારને એક તરફથી મગર અને બીજી બાજુથી સિંહણ દ્વારા પકડવામાં આવ્યો છે. બંને વચ્ચે છીનવવા ઘણી મહેનત થાય છે અને અંતે સિંહણ મગર પાસે રહેલા શિકારને ખાવા લાગે છે.
આ પણ વાંચો-Chand Nawab viral video: ફરી વાયરલ બન્યો પાક. પત્રકાર ચાંદ નવાબ,રિપોર્ટિંગ જોઈને હસવું નહીં રોકાય
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયો છે વિડીયો
જંગલમાં શૂટ કરવામાં આવેલા આ વિડીયોને nature27_12 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં મગર અને સિંહણ વચ્ચે શિકાર માટેની લડાઈ જોવા મળે છે. આ દિલધડક લડાઈ ઘણા યુઝર્સને ગમી છે. જેથી આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સે દર વખતની જેમ તેમની કોમેન્ટ કરવાનું ચાલુ રાખ્યું છે. આ વિડીયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઇક્સ મળી ચૂકી છે.
Published by:
Margi Pandya
First published:
January 26, 2022, 4:19 PM IST