Cute Viral Video: ઈન્ટરનેટ પર વાયરલ થયો બાળકીનો ક્યુટ વિડીયો, વાયોલિન વગાડનારને આપ્યું ક્યુટ હગ
Updated: June 14, 2022, 3:10 PM IST
વીડિયોમાંથી લીધેલી તસવીર
Cute Viral Video: આ ક્યુટ વીડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઈન્ટરનેટ યૂઝર્સે આ વીડિયોમાં ખૂબ જ ક્યુટ અને સુંદર કમેન્ટ આપી રહ્યા છે.
હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા લગ્ન સમારોહમાં વાયોલીન (woman playing the violin) વગાડી રહી છે. તે સમયે એક બાળકીનું રિએક્શન (toddler's reaction) લોકોનું દિલ જીતી લે છે. ઈન્ટરનેટ પર લોકોને બાળકીનું રિએક્શન ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયોને 8,700 થી વધુ લાઈક્સ મળ્યા છે.
આ વિડીયો ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વાયોલિન વગાડનાર અને એન્ટરટેઈનર મેલિસા વોયિસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મેલિસા (Melissa Voyias) "Wake Me Up" ટ્યુન પર પરફોર્મન્સ આપી રહી છે. તે જ્યારે પરફોર્મન્સ આપી રહી હતી તે સમયે એક નાની બાળકી તેને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી.
જુઓ આ ક્યુટ વિડીયો (heartwarming video)મેલિસાએ આ વિડીયો પોસ્ટ કરતા સમયે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ઓડિયન્સમાંથી સૌથી નાની દર્શકને મળો’. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક નાની બાળકી મેલિસાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે. મેલિસા ટ્યુન વગાડવાનું બંધ કરે છે, ત્યારે તે નાની બાળકી આવીને મેલિસાને વળગી પડે છે.
આ પણ વાંચો: VIDEO: વિમલ Tabaccoથી બનાવ્યો સમંથાનો ફોટો, લોકોએ કહ્યું- 'બોલો કાગળ કેસરી!'
આ ક્યુટ વીડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઈન્ટરનેટ યૂઝર્સે આ વીડિયોમાં ખૂબ જ ક્યુટ અને સુંદર કમેન્ટ આપી રહ્યા છે. એક ઈન્ટરનેટ યૂઝરે કમેન્ટમાં લખ્યું હતું કે, ‘આ વિડીયો હાર્ટવૉર્મિંગ છે’. અન્ય યૂઝરે કમેન્ટ કરી હતી કે, ‘અત્યાર સુધીની સૌથી સુંદર મોમેન્ટ છે’. અન્ય ત્રીજા યૂઝરે કમેન્ટ કરી હતી કે, ‘અદભુત, તમે બાળકીને ખૂબ જ પસંદ આવ્યા છો’, ‘તમારી ટ્યુન બાળકીના દિલને ટચ કરી ગઈ છે.’
બાળકો મનના ભોળા અને સાચા હોય છે. બાળકોને જે વસ્તુ પસંદ આવે છે, તેના માટે બાળકોના રિએક્શન ખૂબ જ સુંદર અને ક્યુટ હોય છે. આ મહિનાની શરૂઆતમાં અન્ય એક બાળકનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં બાળક ટીવી જોતા જોતા ડ્રમ વગાડી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ વિડીયોમાં 3 વર્ષનો બાળક ટીવી જોતા જોતા ટેબલ પર રાખેલ વાસણ, બોટલને ડ્રમ સમજીને વગાડી રહ્યો છે. આ વિડીયોને પણ હજારો લાઈક્સ મળી હતી.
First published:
June 14, 2022, 3:10 PM IST