લંડન: ગત મંગળવારે બ્રિટનના ઇસ્ટ સસેક્સ વિસ્તારના બ્રિન્ટનમાં લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે એક યુવક હાથમાં પીળા અને સફેદ રંગનો ખૂબ જ દુર્લભ માનવામાં આવતા અજગર લઇને ફરી રહ્યો હતો. આ અજગર ફૂટપાથ પર હાજર હતો અને તેને જોઇને દુકાનદાર અને ત્યાં રહેતા લોકો એટલા ડરી ગયા કે તેમણે પોલીસને જાણ કરી લીધી. થોડી વાર ત્રણેક જેવા પોલીસ અધિકારી પહોંચ્યા અને જોયું તો લોકોની વાત એકદમ સાચી હતી. એક યુવક ખરેખરમાં રસ્તામાં મસમોટો અજગર લઇને ફરી રહ્યો હતો. આપણા ભારતમાં આતંરિયાળ વિસ્તારોમાં મદારી સાપ સાથે જોવા મળતા હોય છે.
પણ બ્રિટન જેવા શહેરોમાં આવું જાહેરમાં કરવું અન્ય લોકોના પ્રાણ સંકટમાં મૂકવા સમાન છે. અજગરને ખતરનાક શ્રેણીના પ્રાણીમાં રાખવામાં આવે છે. અને આ માટે જ તેને પબ્લિક પ્લેસમાં લાવવા પર આ યુવકને ત્યાંની પોલીસે મોટો દંડ ફટકાર્યો
ધ સનની ખબર મુજબ આ આખી ઘટનાનો વીડિયો પર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ આખી ઘટનામાં કેમેરા કેદ કરનાર 30 વર્ષીય શેલ્બીઆ આ ઘટના વિષે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. જેમાં આ 12 ફૂટ લાંબા ખૂબ જ સુંદર દેખાતો પીળો અજગર જોવા મળતો હતો.
વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે અજગર પણ ડરેલો છે. તે ભીડથી બચવા માટે એક દરવાજા પાછળ છુપાવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો હતો. પોલીસના મુજબ અજગર લઇને ફરી રહેલા આ વ્યક્તિ ના તો તેનો કોઇ પ્રોફેશન સ્નેક હેન્ડલર હતો ના જ આ તેનો પાળતૂ અજગર હતા. આ વ્યક્તિ પાસે આ સાપને રાખવાનું લાઇસન્સ પણ નહતું. અને તે કોઇ પણ પ્રકારની પરવાનગી વગર જાહેરમાં ફરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે જાહેર સ્થળમાં આ રીતે મસમોટા અજગરને જોઇને ત્યાંથી પસાર થયેલા કેટલાક લોકો નારાજ થઇ ગયા. અને તેમણે પોલીસને ફોન કરી બોલાવ્યા. તે પછી આ આખી ઘટના બહાર આવી. લોકોએ આ વ્યક્તિને તેનો અજગર ઘરે લઇ જવાનું કહ્યું ત્યારે પણ આ વ્યક્તિ કોઇની વાત સાંભળવા તૈયાર નહતો. અને ના જ તે અહીંથી જવા તૈયાર હતો. જે પછી પોલીસને બોલાવી પડી.
પોલીસના જણાવ્યા મુજબ આ વ્યક્તિ રસ્તા પર અજગરને જોઇને લોકોના રિએક્શન શૂટ કરવા ઇચ્છતો હતો. અને તે પોતાના યૂટ્યૂબ એકાઉન્ટ માટે વીડિયો બનાવી રહ્યો હતો. પણ આ અજગરને આ રીતે જાહેરમાં લાવવા મામલે પાછળથી તેમને જ દંડ ભરવો પડ્યો.