...જ્યારે PPE કિટ પહેરીને એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર વરઘોડામાં કરવા લાગ્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video

News18 Gujarati
Updated: April 27, 2021, 12:29 PM IST
...જ્યારે PPE કિટ પહેરીને એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર વરઘોડામાં કરવા લાગ્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video
હૉસ્પિટલ આગળથી પસાર થતો વરઘોડો જોતાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવર મન હળવું કરવા માટે પીપીઇ કિટ પહેરીને કરવા લાગ્યો ડાન્સ

હૉસ્પિટલ આગળથી પસાર થતો વરઘોડો જોતાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવર મન હળવું કરવા માટે પીપીઇ કિટ પહેરીને કરવા લાગ્યો ડાન્સ

  • Share this:
દેહરાદૂન. ઉત્તરાખંડ (Uttarakhand)ના હલ્દાનીથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં પીપીઇ કિટ (PPE Kit) પહેરેલી એક વ્યક્તિ વરઘોડામાં (Wedding Procession) ઠુમકા લગાવી રહ્યો છે. વીડિયો સોમવાર રાતનો હોવાનું કહેવાય છે, જેમાં એક વ્યક્તિ વરઘોડામાં બેન્ડની ધૂન પર નાચી રહ્યો છે. ડાન્સ કરનારી વ્યક્તિએ પીપીઇ કિટ પહેરેલી છે. મળતી માહિતી મુજબ, સોમવાર રાત્રે સુશીલા તિવારી હૉસ્પિટલની બહારથી એક વરઘોડો જઈ રહ્યો હતો. આ દરમિયાન હૉસ્પિટલની બહાર ઊભેલી એક એમ્બ્યૂલન્સનો ડ્રાઇવર (Ambulance Driver) પણ વરઘોડામાં સામેલ થઈને ડાન્સ કરવા લાગ્યો અને ઘણી વાર સુધી નાચતો રહ્યો. જોકે આ દરમિયાન જાનૈયાઓએ પીપીઇ કિટ પહેરેલી વ્યક્તિથી અંતર રાખવું યોગ્ય સમજ્યું. ડાન્સ કરનારો એમ્બ્યૂલન્સ ડ્રાઇવર મહેશના જણાવ્યા મુજબ, તે સતત તણાવમાં કામ કરી રહ્યો છે, તેથી મનને થોડું હળવું કરવા માટે વરઘોડામાં ઠુમકા લગાવી દીધા.

ઠુમકા મારીને મનને હળવું કર્યું

કોરોનાના જબરદસ્ત સંક્રમણની વચ્ચે આ એમ્બ્યૂલન્સ ડ્રાઇવરની જિંદાદિલી જોવાલાયક છે. એમ્બ્યૂલન્સ ડ્રાઇવર મહેશના જણાવ્યા મુજબ, તે અને તેના સાથી કામ કરનારા અન્ય કર્મચારી 18 કલાક સતત કામ કરી રહ્યા છે, જેનાથી તણાવ ઊભો થાય છે. તેણે સામેથી જઈ રહેલો વરઘોડો જોયો તો પોતાની જાતને રોકી શક્યો નહીં અને ડાન્સ કરવા લાગ્યો. મહેશના જણાવ્યા મુજબ, તેણે એક મિનિટનો ડાન્સ કરીને પોતાનું મન હળવું કરી દીધું. તેની સાથે જ વરઘોડામાં સામેલ લોકો પણ ખુશ થઈ ગયા. જોકે શરૂઆતમાં જાનૈયાઓને લાગ્યું કે તેમની વચ્ચે પીપીઇ કિટ પહેરીને કોણ આવી ગયું છે, જ્યારે તેમણે હકીકત જાણી તો ખુશ થયા.આ પણ વાંચો, કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

આ પણ જુઓ, VIRAL: PPE કિટ પહેરીને વર-વધૂએ લીધા સાત ફેરા, તમે પણ જોઈ લો તસવીરોઓછા જાનૈયાઓને જોઈ નિરાશ થયો એમ્બ્યૂલન્સ ડ્રાઇવર


એમ્બ્યૂલન્સ ડ્રાઇવર મહેશ મુજબ, વરઘોડામાં કોરોના મહામારીના કારણે ખૂબ ઓછા જાનૈયા હતા. ડાન્સ કરનારા લોકોની સંખ્યા માંડ આઠથી દસની હતી. જેના કારણે તેને સારું ન લાગ્યું. કારણ કે સામાન્ય દિવસોમાં વરઘોડામાં સારી એવી ભીડ હોય છે અને જાનૈયાઓ પણ ખૂબ આનંદ ઉઠાવતા હોય છે. પરંતુ આવો સૂમસામ વરઘોડો જોઈને તેને સારું ન લાગ્યું. તેથી તેણે વિચાર્યું કે બે મિનિટ વરઘોડામાં ડાન્સ કરવો જોઈએ, જેના કારણે જાનૈયાઓને પણ મનોરંજન મળી રહેશે.
Published by: Mrunal Bhojak
First published: April 27, 2021, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading