'જાનવર કોણ...' આ વીડિયોને શેર કરીને IASએ પૂછ્યો સવાલ, આવ્યું કોમેન્ટ્સનું ઘોડા પૂર

News18 Gujarati
Updated: February 4, 2023, 10:10 PM IST
'જાનવર કોણ...' આ વીડિયોને શેર કરીને IASએ પૂછ્યો સવાલ, આવ્યું કોમેન્ટ્સનું ઘોડા પૂર
_video twitter users angry over puppy cruelty

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક અને યુવતી એક ગલુડિયાને તેના પગથી પકડીને હવામાં ઝૂલાવતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે યુવક અને યુવતીની આકરી ટીકા કરી છે. IAS ઓફિસરે આનો વીડિયો શેર કર્યો છે.

  • Share this:
પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન, વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવક અને યુવતી એક નિર્દોષ ગલુડિયાને તેના પગથી પકડીને હવામાં ઝૂલાવતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે યુવક અને યુવતીની આકરી ટીકા કરી છે.

જણાવી દઈએ કે, આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- જાનવર કોણ...? IASનો વીડિયો શેર કર્યા બાદ તેના પર કોમેન્ટ્સનો પૂર આવ્યો હતો. ગલુડિયા સાથે શરમજનક કૃત્ય કરવા બદલ લોકોએ યુવક અને યુવતીને ફટકાર લગાવી હતી.

આ પણ વાંચો: OMG: 12 પત્ની, 102 બાળકો અને 578 પૌત્ર-પૌત્રી, આ ભાઈએ એટલા બાળકો પૈદા કર્યા કે, હવે નામ પણ નથી યાદ



IAS અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે યુવક અને યુવતી કૂતરાના પગને પકડીને હવામાં ફેરવી રહ્યાં છે. એક સમયે, તે ગલુડિયાને દિવાલ પર બેઠેલા વાંદરાઓ તરફ ફેંકવાનો પ્રયાસ કરે છે. બંને હાથમાં ગલુડિયા સાથે ઝપાઝપી કરતા પણ જોવા મળે છે. બંને મૂંગા પ્રાણી સાથે એવું વર્તન કરી રહ્યા છે, જાણે રમકડું હોય...



વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સે તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.



એક યુઝરે કહ્યું- મૂંગા પ્રાણી પ્રત્યે ક્રૂરતા, ખૂબ જ ખોટું. બીજાએ લખ્યું - મને લાગે છે કે જાનવર શબ્દ કોઈ પશું માટે વપરાયો નથી. આ શબ્દ એ પ્રાણી માટે વાપરી શકાય જેમના વર્તનમાં નૈતિકતા નથી.



આ પણ વાંચો: OMG: આ મહિલા બિકિની પહેરીને કરે છે ખેતી, ખેતરમાં કામ કરતી જોઈ દંગ રહી જશો

ત્રીજા યુઝરે કહ્યું- આવું યુવક અને યુવતી સાથે પણ થવું જોઈએ. સાથે જ ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, સમગ્ર મામલાની વાસ્તવિકતા સામે આવવી જોઈએ. વીડિયો ક્યારનો છે તેની પણ માહિતી હોવી જોઈએ.
Published by: Samrat Bauddh
First published: February 4, 2023, 9:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading