Amit Shah in Gujarat: આજે અમિત શાહ પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન અને આરતી કરશે


Updated: September 27, 2022, 7:07 AM IST
Amit Shah in Gujarat: આજે અમિત શાહ પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન અને આરતી કરશે
અમિત શાહ ફાઇલ તસવીર

Gujarat latest news: ગાંધીનગરના કલોલ ખાતે અમિત શાહ આજે એટલે કે,  27 સપ્ટેમ્બરે કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારપછી તેઓ સહ પરિવાર માણસા જવા માટે રવાના થશે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની ધડબડાટી હાલ ગુજરાતમા દેખાય રહી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાનની ફ્રીકવન્ટલી વિઝીટસ ગુજરાતમાં યોજાઇ રહી છે. આજેપણ પીએમ વિઝિટને લઇને મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં અને હર્ષ સંધવીએ સુરતમાં એક સમીક્ષા બેઠક યોજી હતી. તમામ પાર્ટીઓ દ્વારા જોરદાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.  એ દરમિયાન પીએમ પછી નંબર ટુનો સ્થાન ધરાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ચૂંટણીલક્ષી કાર્યો તથા પ્લાનિંગ પર નજર રાખી રહ્યા છે. અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસ પર છે. આજે અમિત શાહ માણસામાં સહપરિવાર માતાજીના દર્શન કરવા પહોંચશે.

ત્યારપછી તેઓ પોતાના મત વિસ્તારમાં અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે. સોમવારે ત્યારપછી બાવળાના એપીએમસીના સંમેલનમાં હાજરી આપી અહીંથી ચૂંટણીલક્ષી કાર્ય કરવા આગે કૂચ કરી હતી. આની સાથે તેઓ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

સુરત : બે બ્રેઇનડેડ વ્યક્તિના અંગોથી 10 લોકોને મળ્યું નવજીવન

ગાંધીનગરના કલોલ ખાતે અમિત શાહ આજે એટલે કે,  27 સપ્ટેમ્બરે કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારપછી તેઓ સહ પરિવાર માણસા જવા માટે રવાના થશે. માણસા ખાતે તેઓ તેઓ દર વર્ષે નવરાત્રીના પર્વ નિમિત્તે આવતા હોય છે. જ્યાં માતાજીની આરતી કરી તેઓ આશીર્વાદ લેવાની તેમની પરિવારની પરંપરા રહી છે.

પાટીલના નિવેદન બાદ ખળભળાટ
પીએમ મોદી નવરાત્રિ દરમ્યાન ઉપવાસની પરંપરા જાળવે છે અને ક કેન્દ્રીય ગૃહ પ્રધાન નવરાત્રિ દરમિયાન માણસા ખાતે આરતી કરીને માતાજીના આશીર્વાદ મેળવવાની ટેક જાળવતા આવ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: September 27, 2022, 7:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading