Ahmedabad: ઓનલાઈન ફોન મંગાવતા પહેલા ચેતજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું ફ્રોડ


Updated: June 23, 2022, 2:27 PM IST
Ahmedabad: ઓનલાઈન ફોન મંગાવતા પહેલા ચેતજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું ફ્રોડ
કંપનીઓ પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા ન આપી શકી

અમદાવાદ (Ahmedabad) શહેરના (City) રહેવાસી એક યુવાને રૂ. 80,000 ની કિંમતનો એક સ્માર્ટ મોબાઇલ ફોનનો ઓર્ડર (Order) આપ્યો હતો. પરંતુ તેના બદલે રૂ. 8500 ની કિંમતનો બીજો મોબાઈલ ફોન મળ્યો હતો. જેનું રિફંડ મેળવવા માટે ગ્રાહકે (Customer) કોર્ટમાં લડત લડવી પડી હતી.

  • Share this:
પાર્થ પટેલ/ અમદાવાદ:  દેશ સહિત રાજ્યમાં દિવસેને દિવસે ફ્રોડના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં ફરી એક યુવક સાથે ફ્રોડ થયાનો કિસ્સો સામે આવ્યો છે.  શહેરના (City) રહેવાસી એક યુવાને રૂ. 80,000 ની કિંમતનો એક સ્માર્ટ મોબાઇલ ફોનનો ઓર્ડર (Order) આપ્યો હતો. પરંતુ તેના બદલે રૂ. 8500 ની કિંમતનો બીજો મોબાઈલ ફોન મળ્યો હતો. જેનું રિફંડ મેળવવા માટે ગ્રાહકે (Customer) કોર્ટમાં લડત લડવી પડી હતી.

લેટેસ્ટ સ્માર્ટ મોબાઈલ ફોનના બદલે બીજો સ્માર્ટ મોબાઈલ ફોન નીકળ્યો

આ યુવાને નવા લેટેસ્ટ સ્માર્ટ મોબાઈલ ફોન (Mobile Phone) માટે પેટીએમ દ્વારા રૂ. 80,000 એડવાન્સ ચૂકવીને ઓર્ડર આપ્યો હતો. તેના બદલે તેને 8500 રૂપિયાની કિંમતનો બીજો સ્માર્ટ (Smart) મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. જ્યારે આ યુવકે ફરિયાદ કરી તો કંપનીએ યુવકને કહ્યું કે કંપનીએ તેને સાચો ફોન મોકલવામાં આવ્યો હતો. યુવકે બાદમાં પેટીએમ (Paytm) અને કોમ્પ્યુટર સર્વિસ સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રજૂઆત કરી હતી.

કંપનીઓ પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા ન આપી શકી

કાર્યવાહી દરમિયાન બંને કંપનીઓએ દલીલ કરી હતી કે તેઓએ ફરિયાદીને (Complainant) મોબાઇલ ફોન પહોંચાડ્યો હતો. કન્ઝ્યુમર ફોરમે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે બંને કંપનીઓની સેવામાં ઉણપ છે. કારણ કે ફરિયાદીએ રૂ. 80,000 ચૂકવ્યા હતા અને તેથી ફોન (Phone) પહોંચાડવાની જવાબદારી તેમની છે.

આ પણ વાંચો: ચોમાસામાં 220 જેટલા રોડ બેસી જવાનો AMC ને ડર, જાહેર ચેતવણીના બોર્ડ લગાવ્યાકમિશને એ પણ અવલોકન કર્યું હતું કે કંપનીઓ તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપી શકી નથી. તથા ઓર્ડર કરાયેલ મોબાઇલ ફોન કંપની દ્વારા ડિલિવરી (Delivery) કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદ મેન્યુફેક્ચરિંગ ખામીઓ અથવા વોરંટી વિશે નથી. પરંતુ ખોટી પ્રોડક્ટની (Product) ડિલિવરીની છે.

પેટીએમ અને કોમ્પ્યુટર સર્વિસ સામે ફટકારાયો દંડ

કમિશને (Commission) પેટીએમ અને કોમ્પ્યુટર સર્વિસને સંયુક્ત રીતે 7% વ્યાજ સાથે રૂ. 79,999, માનસિક ઉત્પીડન માટે રૂ. 3000 અને કાનૂની ખર્ચ પેટે રૂ. 3000 પરત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ અંગે વધુ તપાસ કરતા ખબર પડી કે આ એક સાયબર ફ્રોડ (Cyber Fraud) છે. જે માટે સાયબર ક્રાઈમ અંતર્ગત હાલ તપાસ ચાલી રહી છે.
Published by: kuldipsinh barot
First published: June 23, 2022, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading