કેન્દ્રીય ચૂંટણી પંચ ફરી 26-27 સપ્ટેમ્બરના રોજ આવશે ગુજરાત, ગમે ત્યારે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત


Updated: September 21, 2022, 4:59 PM IST
કેન્દ્રીય ચૂંટણી પંચ ફરી 26-27 સપ્ટેમ્બરના રોજ આવશે ગુજરાત, ગમે ત્યારે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચ (ફાઇલ તસવીર)

બે સભ્યોનું આ કમિશન વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. રાજ્યના તમામ કલેકટરો સાથે પણ  બેઠક કરશે.

  • Share this:
ગાંધીનગર : આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચના અધિકારી પી. ભારતીના વડપણ હેઠળ જોરદાર તૈયારીઓનો દૌર શરુ થઇ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું હતું અને દર અઠવાડિયે ૬-૬ જિલ્લાના કલેક્ટરો સાથે મિટીગો યોજી રહ્યું હતું.  પરંતુ હવે આ તૈયારીઓ ફાઇનલ તબક્કામાં પહોંચી છે. આગામી ચૂંટણીને લઇને એક વખત કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાત કરી ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ફરી એક વખત આગામી તારીખ 26 અને 27 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે ઇલેક્શન કમિશનના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

બે સભ્યોનું આ કમિશન  વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. રાજ્યના તમામ કલેકટરો સાથે પણ  બેઠક કરશે. આ બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા પણ કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન તેઓ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરશે. આ બેઠક દરમિયાન તેઓ વિવિધ રાજકીય પક્ષોને સાંભળશે અને ચૂંટણી દરમિયાન પક્ષ દ્વારા શું કરી શકાશે અને શુ નહીં તેની સૂચનાઓ આપશે. કેનદ્રમાંથી ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવવાના હોવાથી હાલ તો વહીવટીતંત્રમા દોડધામની સ્થિતિ છે.

આ પણ વાંચો:  વિધાનસભામાંથી ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચાયું

ચૂંટણીપંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને  રાજકીય પક્ષો વચ્ચે નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે પ્રકારના આયોજન હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો દ્વારા પંચ સમક્ષ કરવામાં આવેલી ભલામણો ની નોંધ લેવામાં આવશે.

રાજ્ય પોલીસ અધિકારીઓની ચીફ સેક્રેટરી અને ચૂંટણી પંચ સાથે બેઠક

આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્યના પોલીસ અધિકારીઓની સૌ પ્રથમ ચીફ સેક્રેટેરી અને ત્યારબાદ ચૂંટણી પંચ સાથે બેઠક થઇ હતી. ત્યાર બાદ રાજ્યના પોલીસ અધિકારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી લઈને ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રને ચૂંટણી સંદર્ભની તૈયારીની વિગતો સહિત 19 મુદ્દાઓ પર પોલીસ પાસે વિગતો માંગવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારની વિગતો માંગવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન વિધાનસભાની બેઠકની સંવેદનશીલ મતદાન મથકોનું મેપિંગ અને ક્રિટિકલ બૂથની વિગતો અંગેની જાણકારી આપવાની સૂચનાઓ આપવામાં આવી છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન દારૂની હેરફેર, નશીલા દ્રવ્યો પર અંકુશ લેવા ખાસ તાકીદ કરવામાં આવી છે. તેમજ આંતરરાજય બોર્ડર પર વધુ સંકલન મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ અને રેવન્યૂ ઓફિસર વચ્ચે સંકલન કામગીરીને લઈને ચૂંટણી ખર્ચ દેખરેખ રાખવા ટીમનું નિર્માણ કરવા ચૂંટણી અધિકારીઓએ તાકીદ કરાઇ છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગંઠબંધન, બુધવારે કરશે સત્તાવાર જાહેરાત

ચીફ ઇલેક્શન ઓફિસર સુધી દરેક જિલ્લામાં ઓછા 50% મતદાન મથકનું વેબકાસ્ટિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે, આ ઉપરાંત 80 વર્ષથી વધુ ઉંમરની વયના મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવું આયોજન ઘડી કાઢવા આદેશ કર્યા છે. આ ઉપરાંત બિન જામીનપત્રની કાર્યવાહી કરવા હથિયાર જમા લેવા, પાસા સહિતના કેસોની કાર્યવાહી કરવા, ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા સ્ટેટેસ્ટિક ટીમોને તેના જ કરવા સહિતના આયોજનને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના સરહદી રાજ્યો સાથે ચૂંટણી પૂર્વે તે રાજ્યોના પોલીસવાળા સાથે બેઠક કરીને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માટે થઈને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવાળાઓ અને રેન્જ સાથે બેઠક કરી અને ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની કાર્યવાહી કરવા ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: September 21, 2022, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading