Gujarat Election 2022: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો સૌરાષ્ટ્ર પ્રવાસ કેટલો અસરદાર? 


Updated: September 24, 2022, 3:39 PM IST
Gujarat Election 2022: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો સૌરાષ્ટ્ર પ્રવાસ કેટલો અસરદાર? 
કોંગ્રેસ અને ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર છેલ્લી ઘડી સુધી પુરજોશ પ્રચાર કરવામાં આવ્યો હતો.

Gujarat BJP: ચૂંટણી સમયે હમેશા સૌરાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી છે. વર્ષ 2017માં ચૂંટણી સમયે પાટીદાર આંદોલન ચરમ સીમા પર હતું.

  • Share this:
ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ચૂંટણી પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો હતો. કારણે આ પ્રવાસ દરમ્યાન સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે ભાજપનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. જ્યાં એક તરફ સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા એવા રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા ભાજપના પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંબોધયા હતા. જેમાં ભાજપના 15000 થી વધુ જનપ્રતિનિધિઓ ભાગ લલીધો હતો.

આ કાર્યક્રમમાં ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ મોરબીમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત માટે એવું કહેવાય છે કે, જે રાજકીય પાર્ટી સૌરાષ્ટ્રમાં જીત મેળવે છે એ સરકાર બનાવે છે. જોકે, ચૂંટણી સમયે હમેશા સૌરાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી છે. વર્ષ 2017માં ચૂંટણી સમયે પાટીદાર આંદોલન ચરમ સીમા પર હતું. કોંગ્રેસ અને ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર છેલ્લી ઘડી સુધી પુરજોશ પ્રચાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મેટ્રોમાં સફર માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

જોકે, ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું હતું. જ્યાં ભાજપ કરતા કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં બેઠકો વધુ મળી હતી. સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકોમાંથી કોંગ્રેસને 23 બેઠકો જ્યારે ભાજપને 21 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક એનસીપીના ફાળે ગઈ હતી. જોકે, 2017થી 2022 સુધીમા કોંગ્રેસ  4 બેઠકો ગુમાવી ચુકી છે.  લીમડી, મોરબી, જસદણ તથા માણાવદરમાં કોંગ્રેસના એમએલએ સમયાંતરે પક્ષ પલટો કર્યો અને ભાજપ સાથે જોડાયા.

બ્રિજેશ મેરજા કુંવરજી બાવડીયા તથા જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. જ્યારે લીમડી બેઠક પર ભાજપે કિરિટ સિંહ રાણાને પેટાચૂંટણીમાં ઉતાર્યા. જેથી વર્તમાન સમયમાં ભાજપની કુલ 24 બેઠક, કોંગ્રેસની 19 બેઠક થઈ. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં ભાજપ કોંગ્રેસ તથા આપનો ત્રીપાંખિયો જંગ જામે એવું જોવા મળી રહ્યું છે. એ જ કારણ છે કે, ભાજપ સૌથી વધુ ફોકસ હાલ સૌરાષ્ટ્રમાં કરી રહ્યું છે.

રમતાં રમતાં 4 વર્ષનો અભય અને 3 વર્ષની રાધિકા કૂવામાં પડી ગયામોરબીની વાત કરવા આવે તો મોરબી એક સમયે કોંગ્રેસનું ગઢ માનવામાં આવતું હતું. 1962થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1985થી 2012 સુધી આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, 2017માં આ બેઠક ભાજપ પાસે આંચકી લેવામાં કોંગ્રેસને સફળતા મળી . પેટાચૂંટણીમાં ફરી એક વાર ભાજપે આ બેઠક પર વિજય મેળવી લીધો. પરંતુ કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને ભજપના ઉમેદવાર તરીકે લડાવતા સ્થાનિક વિરોધ મોટા પાયે રહ્યો. જે હજુ પણ યથાવત છે. આ સાથે મોરબી જિલ્લાની અન્ય બે બેઠકો ટંકારા અને વાંકાનેર આજે પણ કોંગ્રેસ પાસે છે. અને એ જ કારણ છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાનો ચૂંટણીલક્ષી પ્રથમ રોડ શો આજે મોરબીથી કરવામાં આવી રહયો છે. જે ભાજપનું ચૂંટણીલક્ષી પહેલું શક્તિ પ્રદર્શન છે.

સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદો છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં જે રીતે સરકારના ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે જેને લઈ જુના જોગીઓમાં નારાજગી સ્વાભાવિક છે. સાથે જ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે વયમર્યાદા અને અને ટર્મના નિયમો લાવવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભામાં પણ ભાજપ આ રીતે કોઈ મેન્ડેડ જાહેર કરે તો અનેક સિનિયર નેતાઓની ટિકિટ કપાઈ શકે એમ છે.

જેને લઈને પણ એક પ્રકારની અસમંજસ જોવા મળે છે. જોકે હજુ સત્તાવાર રીતે ભાજપ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે ટિકિટ વાંછુંકો પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રમાં પોતાની જમીન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ પણ પોતાનો ગઢ સાચવી રાખવા માટે મેદાનમાં છે. ત્યારે ભાજપનું આજનું શક્તિ પ્રદર્શન વર્તમાન પરિસ્થિતિને પોતાની તરફ કરવામાં તેમજ સૌરાષ્ટ્રની બેઠકો પર કેટલું અસરકારક રહેશે એની પર સૌની નજર છે.
Published by: Kaushal Pancholi
First published: September 24, 2022, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading