ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં 14 નવેમ્બરથી મતદાન જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે
Updated: November 13, 2022, 11:44 PM IST
મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તેવા આશયથી ચૂંટણી પંચ દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Election 2022: આ વખતે વિધાનસભા ચૂંટણી 2022 દરમ્યાન મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી.ભારતીએ ચૂટણીની કમાન સંભાળી છે. શરૂઆતથી જ તેઓ ચૂંટણીમા કંઇક નવુ કરવા અને આગલા વર્ષોથી કંઇક જુદું કરવા ઉત્સાહી જણાઇ રહ્યા છે. આ વખતે ચૂંટણી પૂર્વ જ સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રકારે મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તેવા આશયથી ચૂંટણી પંચ દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
‘અવસર લોકશાહી ’ અભિયાનનો કાર્યક્રમ
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના વડપણ હેઠળ મતદાન જાગૃત્તિ અર્થે ચિત્ર, રંગોળી, રેલી, સંગીત, સહી ઝુંબેશ અને શપથ સહિતના વિવિધ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયા એક અવસરની જેમ યોજાય તેવા આશયથી રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહી ’ અભિયાનને સાંકળીને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: 1998 અને 2002નો ઈતિહાસ ફરી દોહરાશે, પહેલા પિતા તો હવે બન્નેના પુત્રો લડશે ચૂંટણી!
મતદાન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ઘા યોજાશે
આ અભિયાન હેઠળ ગાંધીનગર જિલ્લામાં SVEEP-સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 14મી નવેમ્બરે જિલ્લાના વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ઘા યોજાશે. જ્યારે 16મી નવેમ્બરે કોઇ પણ એક સ્થળે રંગોળી કાર્યક્રમ અને 17મી નવેમ્બકે જાહેર સ્થળો પર પોસ્ટર બેનરથી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે. રાજ્યના લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી આ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: બે ભાઈઓની બોલબાલા!, નો-રિપીટના વાવાઝોડામાં અડીખમ સોલંકી બંધુઓ
24મી નવેમ્બરે સિગ્નેચર કેમ્પેઇન
આ સાથે સાથે 21મી નવેમ્બરે મતદાન અંગેનો શપથ કાર્યક્રમ, 24મી નવેમ્બરે સિગ્નેચર કેમ્પેઇન, 26મી નવેમ્બરે મતદાન જાગૃત્તિ રેલી અને 30મી નવેમ્બરે સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાના વિવિધ વિદ્યાર્થીઓને પણ સાથે રખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.
Published by:
Vimal Prajapati
First published:
November 13, 2022, 11:44 PM IST