આકાશવાણીમાં Jobs: ગુજરાતી ભાષા માટે એન્કર જોઇએ છે, આવી રીતે કરો અરજી


Updated: August 12, 2022, 11:22 AM IST
આકાશવાણીમાં Jobs: ગુજરાતી ભાષા માટે એન્કર જોઇએ છે, આવી રીતે કરો અરજી
ગુજરાતી સમાચાર વાચક સહ અનુવાદક માટેની જાહેરાત

આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષા માટે કેઝ્યુઅલ સમાચાર વાચક સહ અનુવાદક માટે નિર્ધારિત સમયમાં ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. વયમર્યાદા અરજી કરવાના છેલ્લા દિવસે 21 થી 50 વર્ષની છે.

  • Share this:
Abhishek Barad, Gandhinagar: આકાશવાણી અમદાવાદમાં ગુજરાતી ભાષા માટે કેઝ્યુઅલ સમાચાર વાચક સહ અનુવાદક માટે નિર્ધારિત સમયમાં ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ જગ્યાનું નામ સમાચાર વાચક સહ અનુવાદક (Newsreader-cum-translator (Gujarati) છે. જેની માટેની લાયકાત કોઈપણ વિષય સાથે સ્નાતક તથા ગુજરાતી ભાષા લખવા બોલવા અને વાંચવામાં પ્રભુત્વ ધરાવનાર કરી શકે છે. આ જગ્યા માટેની વયમર્યાદા અરજી કરવાના છેલ્લા દિવસે 21 થી 50 વર્ષની છે. આ જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં રહેશે. જેમાં (1) અરજદારોની 100 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવશે (તેમાં અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ, સાંપ્રત બાબતો, રેડિયોલક્ષી મુસદ્દા લેખન તથા સામાન્ય જ્ઞાન વગેરે અભ્યાસક્રમ રહેશે). (2) અવાજ કસોટી (VOICE TEST) (100 ગુણ) (3) ઈન્ટરવ્યુ (100 ગુણ) રહેશે.ફી બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીપત્રકની સાથે રૂપિયા 354/-નો તથા અનામત વર્ગના ઉમેદવારોએ (આર્થિક રીત નબળા વર્ગો, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ)ના ઉમેદવારોએ રૂપિયા 267/- ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) PRASAR BHARATI, ALL INDIA RADIO, AHMEDABAD ના નામે આપવાનો રહેશે.

આ પણ વાંચો : અહીં સ્મશાનમાં લાઇબ્રેરી કેમ બનાવી હશે? કારણ રસપ્રદ છે! 

અરજી પત્રકની સાથે પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથેની અરજી કેન્દ્રાધ્યક્ષ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ- 380009 ને 30 ઓગસ્ટ 2022 સુધી મળી રહે તે રીતે મોકલવાની રહેશે.નોંધ : આ કોઈ સરકારી નોકરી નથી, પરંતુ દૈનિક કરાર આધારીત કામગીરી છે. સરકારી / અર્ધસરકારી કર્મચારી કે રાજકીય પક્ષના સભ્ય હોય તેમણે અરજી કરવી નહી. પ્રસાર ભારતીના નિયમ પ્રમાણે મહેનતાણુ ચૂકવામાં આવશે. અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા ઉમેદવારોએ જ અરજી કરવી.(વધુ માહિતી અને અરજીપત્રક સમાચાર સેવા પ્રભાગ, આકાશવાણી અમદાવાદની ઓફિસમાંથી મેળવી શકાશે)
First published: August 12, 2022, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading