સુરતમાં આજનો દિવસ સારો? 24 કલાકમાં 12 પોઝિટિવ કેસ, 17 દર્દી સાજા થતા કરાયા ડિસ્ચાર્જ


Updated: September 29, 2021, 5:38 PM IST
સુરતમાં આજનો દિવસ સારો? 24 કલાકમાં 12 પોઝિટિવ કેસ, 17 દર્દી સાજા થતા કરાયા ડિસ્ચાર્જ
નાગરિકોએ જ પોતે ક્યાં ઝોનમા રહેવું છે રેડ, ઓરેન્જ કે ગ્રીન, તે નક્કી કરવાનું છે. કેટલી ઝડપથી લોકડાઉનની સ્થિતિમાંથી રાહત મેળવવી છે? તે નાગરિકોએ જ નક્કી કરવાનું રહેશે.

નાગરિકોએ જ પોતે ક્યાં ઝોનમા રહેવું છે રેડ, ઓરેન્જ કે ગ્રીન, તે નક્કી કરવાનું છે. કેટલી ઝડપથી લોકડાઉનની સ્થિતિમાંથી રાહત મેળવવી છે? તે નાગરિકોએ જ નક્કી કરવાનું રહેશે.

  • Share this:
કોરોનાના વધુ ૧૨ પોઝિટિવ કેસો સુરતમાં છેલ્લાં ૨૪ કલાકમાં નોધાયા છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૫૫૫ થઇ છે. જયારે જિલ્લામાં અત્યાર સુધીના 21 કેસ સાથે આ આકડો 576 પર પહોચી ગયો છે. મહત્વની વાત એ છે કે આઝે એક સાથે ૧૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે ઘણી નોંધનીય બાબત ગણી શકાય. ડિસ્ચાર્જ રેટનું સુરતનું પ્રમાણ પણ એક સાથે ૧૭ દર્દીઓને રજા મળવાથી ઘણો સુધરી શકે છે. તો આજે કોરોનાને કારણે એક યુવાનનું મોત થતા કુલ મોતનો આકડો 20 પર પહોચ્યો છે.

આગામી સપ્તાહના અંત સુધીમાં ૧૦૦થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ મળી શકે છે

મનપા કમિ. પાનીએ જણાવ્યું કે, આજે દરદીઓની સારવાર બાદ સેકન્ડ રીપોર્ટ પણ નેગેટિવ આવતા તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં કોરોનામાંથી સારા થયેલ લોકોની સંખ્યા વધીને ૩૬ થઇ છે.

આજે વધુ ૧૨ નવા પોઝિટિવ કેસો નોધાયા છે. જે પૈકી લિંબાયત ઝોનમાં સૌથી વધુ પાંચ કેસો નોંધાયા છે. વરાછા-એ, વરાછા-બી અને રાંદેર ઝોનમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોઇ કેસ નોધાયો નથી. શહેરના ક્યા વિસ્તારો રેડ, યલો (ઓરેન્જ) અને ગ્રીન ઝોનમાં છે, તે નગરજનો સમક્ષ વિઝ્યુઅલી જાહેર કરવામાં આવશે. ૨૬ કલ્સ્ટરો મનપાએ જાહેર કર્યા છે. પરંતુ તે સિવાયના ઓરેન્જ અને ગ્રીન ઝોન અંગે પણ નાગરિકોને પણ હોય તે જરૂરી છે. નાગરિકોએ જ પોતે ક્યાં ઝોનમા રહેવું છે. તે નક્કી કરવાનું છે. કેટલી ઝડપથી લોકડાઉનની સ્થિતિમાંથી રાહત મેળવવી છે? તે નાગરિકોએ જ નક્કી કરવાનું રહેશે.

અત્યાર સુધી કુલ ૧૦૪૫૮ સેમ્પલોના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોના કમાન્ડો તરીકે મેડિકલ તથા અન્ય આનુષંગિક ક્ષેત્રોના લોકોને જાડવાની કરવામાં આવેલ અપીલના ભાગરૂપે અત્યાર સુધી ૧૧,૦૦૦ લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે. આજે 22 વર્ષિય રામકેશ નિષાદનું મોત થયું હતું. જેથી કુલ મોતનો આંકડો 20 પર પહોંચ્યો હતો.
Published by: user_1
First published: April 28, 2020, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading