ગુજરાતમાં કોરોનાના કુલ 3,301 કેસ: આજે PMની તમામ CM સાથે બેઠક, લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાશે?


Updated: September 29, 2021, 5:37 PM IST
ગુજરાતમાં કોરોનાના કુલ 3,301 કેસ: આજે PMની તમામ CM સાથે બેઠક, લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાશે?
ગુજરાતમાં ઈટલી ફ્રાંસ અને સ્પેનથી આંકડો ઘણો ઓછો. ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યાના 35 બાદ સંક્રમણના મામલાની સંખ્યા વધીને 3,301 સુધી પહોંચી છે

ગુજરાતમાં ઈટલી ફ્રાંસ અને સ્પેનથી આંકડો ઘણો ઓછો. ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યાના 35 બાદ સંક્રમણના મામલાની સંખ્યા વધીને 3,301 સુધી પહોંચી છે

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંકટ વધતુ જ જઈ રહ્યું છે. રાજ્યમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 230 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3,301 પહોંચી ગઈ છે. ગુજરાત આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા 151 પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે,  આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોરોના મામલે સમીક્ષા કરાશે, આ સિવાય જે રાજ્યોએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે, તે મામલે પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા.

ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે કહ્યું કે, ગુજરાતની આબાદી ઈટલી, ફ્રાંસ અને સ્પેનના લગભગ બરોબર છે. પરંતુ પહેલો મામલો સામે આવ્યાના 35 દિવસ બાદ પ્રદેશમાં આ ત્રણે યૂરોપીય દેશોના મુકાબલે કોરોના વાયરસના કેસ ઓછા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવીએ કહ્યું કે, આ મુખ્ત્વે લોકડાઉન અને વિદેશથી આવતા નાગરીકો પર પ્રતિબંધ લગાવવાના પગલાઓના કારણે સંભવ થઈ શક્યું છે.

ઈટલી ફ્રાંસ અને સ્પેનથી આંકડો ઘણો ઓછો

તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યાના 35 બાદ સંક્રમણના મામલાની સંખ્યા વધીને 3,301 સુધી પહોંચી છે, જ્યારે ઈટલીમાં આટલા દિવસોમાં 80,536, ફ્રાંસમાં 56,972 અને સ્પેનમાં 94,410 મામલા સામે આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, ઈટલીની કુલ વસ્તી 6.04 કરોડ, ફ્રાંસની વસ્તી 6.5 કરોડ અને સ્પેનની કુલ વસ્તી 4.7 કરોડ અને ગુજરાતની કુલ વસ્તી 6.25 કરોડ છે.

તેમણે કહ્યું કે, તેનાથી ખબર પડે છે કે, લોકડાઉન અને વિદેશોથી આવતા લોકોને તત્કાલ પૃથક કરી રણનીતિ બનાવી તુરંત પગલા લેવાથી આપણને સારી એવી મદદ મળી છે. અધિકારીએ કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબર પર છે. તેમણે કહ્યું કે, આ તુલના માત્ર આપણી સૂચનાઓ માટે છે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સોમવારે પીએમ મોદી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે દિલ્હી સરકારે કહ્યું હતું કે, તે પોતાના રાજ્યમાં 16 મે સુધી લોકડાઉન વધારવા માંગે છે. તે શનીવારે પણ પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓડિશાએ પોતાના રાજ્યોમાં 3મે બાદ લોકડાઉન વધારવાના સંકેત આપી દીધા છે.આ સિવાય આ છ અન્ય રાજ્યો -  ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકનું કહેવું છે કે, તે કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરશે. તો આસામ, કેરળ અને બિહારનું કહેવું છે કે, તે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાથે થનારી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય લેશે.
Published by: user_1
First published: April 26, 2020, 11:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading