જિયો-વોડાફોન બાદ BSNLએ બંધ કર્યા આ 3 સ્પેશલ પ્લાન, 2 પ્લાનની વેલિડિટી ઘટાડી
Updated: September 29, 2021, 5:15 PM IST
BSNLએ 29 રૂપિયા અને 47 રૂપિયાવાળા પોતાના બે પ્રીપેડ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે
BSNLએ 29 રૂપિયા અને 47 રૂપિયાવાળા પોતાના બે પ્રીપેડ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે
નવી દિલ્હી : જિયો અને વોડાફોન (Jio-Vodafone) બાદ હવે BSNLએ 29 રૂપિયા અને 47 રૂપિયાવાળા પોતાના બે પ્રીપેડ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે. સાથોસાથ કંપનીએ 7, 9 અને 192 રૂપિયાવાળા ત્રણ એસટીવી (સ્પેશલ ટેરિફ વાઉચર) બંધ કરી દીધા. BSNLના 29 રૂપિયાવાળો પ્લાન બેસ્ટ વીકલી પ્લાન પૈકી એક હતો. હવે કંપનીએ તેની વેલિડિટી ઘટાડીને માત્ર 5 દિવસ કરી દીધી છે.
હવે 2 દિવસ ઓછી થઈ વેલિડિટી
BSNLના 29 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ ઑન-નેટ અને ઑફ-નેટ કૉલિંગ મળે છે, પરંતુ તેમાં 250 મિનિટની લિમીટ છે. આ ઉપરાંત આ પ્લાનમાં 1 જીબી ડેટા અને 300 SMS મળે છે. હવે તેની વેલિડિટી 5 દિવસ કરી દેવામાં આવી છે, જ્યારે પહેલા આ પેકની સાથે 7 દિવસની વેલિડિટી મળતી હતી. 47 રૂપિયાવાળા એસટીવીમાં પણ આ બેનિફિટ્સ મળે છે, પરંતુ તેની વેલિડિટી 7 દિવસ છે. જોકે, પહેલા આ પેકની સાથે 9 દિવસની વેલિડિટી મળે હતી, જેમાં હવે કંપનીએ 2 દિવસ ઘટાડી દીધા છે.
7, 9 અને 192 રૂપિયાવાળા પ્લાનમાં હતા આ બેનિફિટ્સ
BSNLએ 7, 9 અને 192 રૂપિયાવાળા સ્પેશલ ટેરિફ વાઉચર બંધ કરી દીધા છે. 7 રૂપિયાવાળા પ્લાનમાં એક દિવસ માટે 1 જીબી ડેટા મળતો હતો. બીજી તરફ, 9 રૂપિયાવાળા વાઉચરમાં એક દિવસ માટે 250 મિનિટની લિમિટની સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, 100 એમબી ડેટા અને 100 SMS મળતા હતા.
192 રૂપિયાવાળું વાઉચર બંધ કરવામાં આવ્યુંઆ ઉપરાંત બંધ કરવામાં આવેલા 192 રૂપિયાવાળા વાઉચરમાં 28 દિવસની વેલિડિટી, રોજ 3 જીબી ડેટા, રોજ 100 SMS, અનલિમિટેડ વૉલસ કૉલિંગ (રોજ 250 મિનિટની લિમિટ) ફ્રી PRBT (પર્સનલાઇઝ્ડ રિંગબેક ટોન) અને રોજ ફ્રી ડિસ્કાઉન્ટ કૂપન જેવા બેનિફિટ્સ મળતા હતા.
આ પણ વાંચો, ભારતમાં પહેલી વખત આવ્યું 12 કરોડનું ટીવી, જાણો શું છે ખાસિયત
Published by:
user_1
First published:
December 6, 2019, 12:29 PM IST