આ દિવસથી શરુ થશે હવાઇ યાત્રા, એરલાઇન્સ કંપનીઓએ બતાવી ટિકિટ બુક કરવાની ડેટ


Updated: September 30, 2021, 2:18 AM IST
આ દિવસથી શરુ થશે હવાઇ યાત્રા, એરલાઇન્સ કંપનીઓએ બતાવી ટિકિટ બુક કરવાની ડેટ
સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાએ લોકડાઉન પછી પોતાની સેવા શરુ કરવા વિશે જાણકારી આપી

સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાએ લોકડાઉન પછી પોતાની સેવા શરુ કરવા વિશે જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : સરકારી ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયા (Air India)એ લોકડાઉન પછી પોતાની સેવા શરુ કરવા વિશે જાણકારી આપી છે. શનિવારે એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે 1 મે થી તે આંતરરાષ્ટ્રીય ઉડાણ માટે ટિકિટ બુક કરવાનું શરુ કરી દેશે. સરકારી એરલાઇન્સે એ પણ બતાવ્યું તે લોકડાઉન ખતમ થયાના ઠીક બીજા દિવસે એટલે કે 4 મે થી ઘરેલું રુટ માટે ટિકિટ બુક કરવાનું શરુ કરી દેશે.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ પછી એર ઇન્ડિયાએ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય રુટ પર પોતાની સેવા શરુ લેટ કરવાનો નિર્ણય કર્યો હતો. કોરોના વાયરસ મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું વિમાન સેવા બંધ છે.

આ પણ વાંચો - કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા 104 પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ કેસની સંખ્યા 1376

સરકારી વિમાન કંપનીએ બતાવ્યું હતું કે કેટલાક ખાસ રુટો પર 4 મે થી ટિકિટ બુક કરાવવાની શરુ કરી દેવાશે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ પણ સામેલ છે. એર ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ પર આપેલી જાણકારીમાં બતાવ્યું છે કે વર્તમાનમાં લોકડાઉનના કારણે 31 મે સુધી આંતરરાષ્ટ્રીય રુટ પર ટિકિટ બુકિંગની સેવા બંધ કરી દીધી છે. જ્યારે ઘરેલું રુટ પર ટિકિટ બુકિંગની સેવા બંધ કરી દીધી છે. ઘરેલું રુટ માટે આ સેવા 3 મે સુધી બંધ છે.

આ પહેલા ખાનગી ક્ષેત્રની વિમાન કંપની IndiGoએ પોતાની ઉડાણ શરુ કરવા માટે નવો પ્લાન જાહેર કર્યો હતો. કંપનીએ 4 મે થી ઉડાણ શરુ કરવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે એવિએશન મિનિસ્ટ્રીએ 3 મે રાત 11.59 સુધી કોઈ પણ ફ્લાઇટ નહીં ઉડાડવાનો નિર્ણય કર્યો છે
Published by: user_1
First published: April 18, 2020, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading