મદ્રેસામાં મૌલાનાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાના આક્ષેપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન


Updated: November 24, 2021, 8:38 AM IST
મદ્રેસામાં મૌલાનાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાના આક્ષેપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
પ્રતિકાત્મક તસવીર

પીડિતાનાં મેડિકલ રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના સંવેદનશીલ હોવાથી પોલીસ અત્યારે કઈ કહેવા તૈયાર નથી. પરંતુ મૌલાના પર સગીરાએ લગાવેલા આક્ષેપોને પોલીસે ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી છે. આ કેસમાં મેડિકલ રિપોર્ટ સામે આવ્યાં બાદજ આ મામલે વધુ હકીકત બહાર આવશે. પરંતુ પોલીસે અત્યારથી સગીરાએ કરેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

  • Share this:
ભરતસિંહ વાઢેર, સેલવાસ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનાં એક મદ્રેસામાં મૌલાના દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગયો છે. ઘટના પ્રકાશમાં આવતા રાતભર પ્રદેશનાં ઉચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રદેશનાં સેલવાસ વિસ્તારનાં એક મદ્રેસામાં ભણતી સગીરાએ મદ્રેસાનાં મૌલાના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો-સુરતનાં કેબલ બ્રીજમાં ફરી ચોરી : લાઈટ, અર્થિંગ વાયર બાદ હવે કેબલ સ્ટેઇડ પુલને પિલર સાથે પકડી રાખતી પિન ચોરાઇ

સેલવાસના બાવીસા ફળિયામા આવેલ મદરેસામાં ભણતી 17 વર્ષીય યુવતીએ ત્યાંના મૌલાના પર યૌનશોષણનો આરોપ લગાવતા ચકચાર મચી ગઇ છે. સેલવાસમા જ રહેતી અને બાવીસા ફળિયામા આવેલ એક મદરેસામા ભણતી સગીરાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં આવી મદરેસાનાં મૌલાના એ તેના પર દુષ્કર્મ આચર્યુ હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. જેથી સેલવાસ પોલીસ સહિત પ્રદેશમાં પોલીસનાં ઉચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોતા એસપી હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈન પણ અડધી રાતે સેલવાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જોકે હજુ સુધી ઘટનામાં પોલીસ મીડિયા સામે કઈ કહેવા તૈયાર નથી .પરંતુ મદ્રેસાનાં મૌલાના પર સગીરાનાં ગંભીર આક્ષેપોને ગંભીરતાથી લઇ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-સુરત: કોફી શોપમાં વિદ્યાર્થિનીનું મોત, વિધર્મી યુવકે ઝેર આપી મારી નાંખ્યાનો પરિવારનો આક્ષેપ

પીડિતાનાં મેડિકલ રિપોર્ટ કરાવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના સંવેદનશીલ હોવાથી પોલીસ અત્યારે કઈ કહેવા તૈયાર નથી. પરંતુ મૌલાના પર સગીરાએ લગાવેલા આક્ષેપોને પોલીસે ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી છે. આ કેસમાં મેડિકલ રિપોર્ટ સામે આવ્યાં બાદજ આ મામલે વધુ હકીકત બહાર આવશે. પરંતુ પોલીસે અત્યારથી સગીરાએ કરેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.નાનકડા પ્રદેશમાં એક મદ્રેસામાં મૌલાના એ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની વહેતી થયેલી વાતોથી પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.આથી આ સમગ્ર મામલે પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો મદ્રેસામાં મૌલાનાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય તો પોલીસ આ કેસને દાખલા સ્વરૂપ માનશે. અને કસૂરવાર સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. આવી માંગણી સ્થાનિકોમાં પણ ઉઠી છે.
Published by: Margi Pandya
First published: November 24, 2021, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading