અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, ગુરુવારથી નવી કિંમતો લાગુ થશે

News18 Gujarati
Updated: June 30, 2021, 4:15 PM IST
અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, ગુરુવારથી નવી કિંમતો લાગુ થશે
અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો, ગુરુવારથી નવી કિંમતો લાગુ થશે

દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 1 જુલાઇ 2021થી લાગુ થશે

  • Share this:
અમદાવાદ : સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દૂધની (Amul Milk)કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 1 જુલાઇ 2021થી લાગુ થશે.

જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશ્યલ, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમમાં બે રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ભાવ વધારો થશે. અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે મળશે.

આ પણ વાંચો - IPLની નવી ટીમોની કિંમતો જાણીને ઉડી જશે તમારા હોશ, BCCI કમાશે 5800 કરોડ

આ ભાવ વધારા બાદ અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ 29 રૂપિયા થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ 23 રૂપિયા થયો છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ 26 રૂપિયા થયો છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMF)ના પ્રબંધ નિર્દેશક આર એસ સોઢીએ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ અને સાત મહિના પછી કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છીએ. જે ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિના કારણે જરૂર થઇ ગયો હતો. અમૂલ દૂધની કિંમતો કાલથી આખા ભારતમાં 2 રૂપિયા પ્રતિ લિટરની વૃદ્ધિ કરાશે.સુમુલ ડેરીએ દૂધના ભાવ વધારતા વિરોધ

સુરત અને તાપી જિલ્લાના લાખો નાગરિકો પાસેથી દૂધના ભાવ વધારાના નામે ઉઘાડી લૂંટ કરનારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલને જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવીને વહેલી તકે ભાવ વધારો પરત કરવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટના ભાવ 86 રૂપિયાને બદલે 100 રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ બંને મુદ્દે જો ચેરમેન દ્વારા તાત્કાલિક નિર્ણય નહી લેવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા જનઆંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Published by: Ashish Goyal
First published: June 30, 2021, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading