ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યાં

News18 Gujarati
Updated: February 4, 2021, 8:09 PM IST
ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપાના ઉમેદવારો જાહેર કર્યાં
કોર્પોરેશનની ચૂંટણી માટે બીજેપીની યાદી જાહેર, કોને મળી ટિકિટ અને કોનું પત્તું કપાયું, જાણો

કોર્પોરેશનની ચૂંટણી માટે બીજેપીની યાદી જાહેર, કોને મળી ટિકિટ અને કોનું પત્તું કપાયું

  • Share this:
અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)ને લઇને ભાજપ તરફથી અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તરફથી સુરતમાં 120 ઉમેદવારોની યાદી (BJP candidate list) જાહેર કરવામાં આવી છે. સુરતમાં મોટા ભાગના દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે અમદાવાદની યાદી પણ જાહેર કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)ને લઇને ભાજપ તરફથી રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તરફતી 72 ઉમેદવારોની યાદી (BJP candidate list) જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યાદીમાં સૌથી વધારે 14 લેઉવા પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 6 કડવા પાટીદારને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ત્રણ રઘુવંશી અને જૈન સમાજને 2 વ્યક્તિને ટિકિટ આપી છે. ક્ષત્રિય સમાજને 6 અને આહિર સમાજના ફાળે 8 ટિકિટ ગઈ છે. SC, ST અને OBC સમાજના અનેક નેતાઓને પણ ટિકિટ ફાળવણી કરવામાં આવી છે. 72 લોકોની યાદીમાં 28 વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે 10 કોર્પોરેટરોને રિપિટ કરવામાં આવ્યા છે.




આ પણ વાંચો - રાજકોટ: કોર્પોરેશનની ચૂંટણી માટે બીજેપીની યાદી જાહેર, જાણો કોને કોને ટિકિટ મળી?

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાનું નામ પણ શામેલ છે. છેલ્લા ઘણા સમયથી ભાનુબેન બાબરીયા ગ્રામ્ય વિસ્તારનો રાજકારણ છોડી શહેરી વિસ્તારના રાજકારણમાં પ્રવેશે તેવી અટકળો ચાલતી હતી. ત્યારે આખરે ભારતીય જનતા પાર્ટીની જે યાદી બહાર પડી છે તેમાં વોર્ડ નંબર-1 ના મહિલા ઉમેદવાર તરીકે ભાનુબેન બાબરીયાનું નામ જાહેર થયું છે. ભાનુબેન બાબરીયા 2012 થી 2017 સુધી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ના ધારાસભ્ય તરીકે રહ્યા હતા.
Published by: Ashish Goyal
First published: February 4, 2021, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading