સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ


Updated: February 2, 2021, 7:42 PM IST
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ

ભાજપમાં આ વખતે 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને ટિકિટ નહીં મળે

  • Share this:
અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે બીજેપીએ લીગલ સેલ એક્ટિવ કર્યો છે. ભાજપે આ માટે 500 વકીલોની ફોજ ઉતારી છે. જે ઉમેદવાર માટે આચાર સંહિતા અને ફોર્મ મામલે સૂચન કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજેપીએ હવે લીગલ સેલની મદદ લીધી છે. લીગલ સેલ દ્વારા તાલુકા, જિલ્લા અને મહાનગરમાં બેઠકો કરી પ્રશિક્ષણ આપ્યું છે અને કયા-કયા મુદ્દે તકેદારી રાખવી તેની માહિતી આપી છે. લીગલ સેલ દ્વારા વોર્ડ મુજબ 2 અને તાલુકા મુજબ 2 વકીલોને જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો - દિલ્હીનો લાલ કિલ્લો અનિશ્ચિતકાળ માટે બંધ, આ માટે લેવામાં આવ્યો આવો નિર્ણય

ચૂંટણી જાહેર થાય એટલે આચાર સંહિતા લાગુ પડી જતી હોય છે. જેમાં ઉમેદવારે ક્યાં મુદ્દે તકેદારી રાખવી કયા મુદ્દાને લઈને પ્રચારમાં અને ખર્ચમાં કાળજી રાખવી આ મુદ્દે ધ્યાન દોરશે. સાથે જ ફોર્મ સબમિટ થવા સુધીનું માર્ગદર્શન પણ આપશે. ઘણા કિસ્સા એવા બન્યા છે કે ચૂંટણી લડયા બાદ કોર્ટમાં ફોર્મમાં ક્ષતિના કારણે ઉમેદવારી રદ થવા સુધીના પગલાં લેવાતા હોય છે જેથી આવી સ્થિતિ ના સર્જાય એટલે લીગલ સેલને એક્ટિવ કર્યો છે. આ પ્રમાણેના ધારા ધોરણો નક્કી કર્યા છે. મોટા પ્રમાણમાં નવા ઉમેદવારો ફોર્મ ભરશે જેને આ અંગેનો અનુભવ પણ ઓછો હોય છે જેના કારણે ભવિષ્યમાં નુકશાન ના થાય તે માટે આ કામ કરવામાં આવ્યું છે.

ભાજપમાં આ વખતે 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને ટિકિટ નહીં મળે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના અનેક નેતાઓએ પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ માંગી હતી, ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય લેવાયો છે કે કોઈપણ નેતાના પરિવારજનોને ટિકિટ નહીં આપવામાં આવે. આ સાથે જ ભાજપે ત્રીજો નિર્ણય એવો કર્યો છે કે સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ચોથી વખત પાર્ટી ટિકિટ નહીં આપે.
Published by: Ashish Goyal
First published: February 2, 2021, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading