પ્રિયંકાએ કહ્યું નિક છે #NationalJiju, વીડિયો સાથે આપી સાબિતી


Updated: September 29, 2021, 9:27 PM IST
પ્રિયંકાએ કહ્યું નિક છે #NationalJiju, વીડિયો સાથે આપી સાબિતી
સિનેમામાં હાજર દર્શકો જોર જોરથી બૂમો પાડી "જીજાજી આવી ગયા!"

સિનેમામાં હાજર દર્શકો જોર જોરથી બૂમો પાડી "જીજાજી આવી ગયા!"

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેમના પતિ નિક જોનાસ (Nick Jonas) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જે પછી નિક જોનાસે પણ પ્રિયંકાની આ વીડિયો પોસ્ટ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. સાથે જ આ પોસ્ટને મૂકતા પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું છે કે તેમના પતિ નિક જોનાસ #NationalJiju બની ગયા છે.

પ્રિયંકા ચોપરાએ જે વીડિયો શેયર કર્યો છે તે નિકની હાલ રજૂ થયેલૂ મૂવી જુમાનજી ધ નેક્સ્ટ લેવલ છે. આ ફિલ્મમાં નિક જોનાસ પણ મહત્વનો ભાગ ભજવે છે. પ્રિયંકાએ જે વીડિયો શેર કર્યો છે તે કોઇ સિનેમાઘરનો છે. જેમાં નીક એક સીનમાં ઘોડા પર સવાર થઇને એન્ટ્રી લે છે અને જેવી જ નિકની એન્ટ્રી થાય છે સિનેમામાં હાજર દર્શકો જોર જોરથી બૂમો પાડે છે કે "જીજાજી આવી ગયા, જીજાજી આવી ગયા...જીજૂ...."વધુમાં પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે "જ્યારે નિક જોનાસ ભારતના રૂમમાં દાખલ થાય છે. નેશનલ જૂજી, બધાનો આ માટે આભાર" પ્રિયંકા ચોપરાના વર્ક ફંટની વાત કરીએ તો હાલમાં જ પ્રિયંકાએ દિલ્હીમાં તેમી અપકમિંગ મૂવી ધ વ્હાઇટ ટાઇગરના શૂટિંગમાં વ્યસ્ત હતી. હાલ નેટફ્લિક્સમાં આ ફિલ્મ બનાવી રહી છે. અને જે જલ્દી જ રજૂ થશે. રવિવારે પ્રિયંકા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે ફિલ્મની શૂટિંગ પૂરી થઇ ગઇ છે. અને તેને નેટફિલક્સ પર રિલીઝ કરવામાં આવશે.
Published by: user_1
First published: December 16, 2019, 6:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading