CBSE 12th Result: CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, 88.78% સ્ટુડન્ટ્સ પાસ


Updated: September 30, 2021, 1:45 AM IST
CBSE 12th Result: CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, 88.78% સ્ટુડન્ટ્સ પાસ
CBSEએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે 15 જુલાઈ પહેલા જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે

CBSEએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે 15 જુલાઈ પહેલા જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે. આજે એ વાતની અંદાજો પણ હતો. CBSEએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે 15 જુલાઈ પહેલા જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ વર્ષનું કુલ પરિણામ 88.78% ટકા રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે CBSE પહેલા ધોરણ 12 અને પછી ધોરણ-10નું પરિણામ જાહેર કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે કદાચ એક સાથે જ પરિણામ જાહેર કરી દેવાશે. પરંતુ આવું નથી થયું. CBSEએ ધોરણ-12નું પરિણામ પહેલા જાહેર કર્યું છે.

પરિણામ આ વેબસાઇટ્સ પર ઓનલાઇન ચેક કરી શકાય છેઃ
cbse.nic.in, www.results.nic.in અથવા www.cbseresults.nic.in


ઓફલાઇન મોડમાં જોઈ શકો છો પરિણામ

IVRS સુવિધા
IVRS એક પ્રકારની ટેલીફોનિક સુવિધા છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેના માટે નેશનલ ઇર્ન્ફોમેશન સેન્ટર તે દિવસે એક ટેલીફોન નંબર ઉપલબ્ધ કરાવે છે જેના દ્વારા સ્ટુડન્ટ્સ પોતાના માર્ક જાણી શકે છે. ગયા વર્ષે NICએ દિલ્હી માટે અલગ અને બાકી દેશ માટે અલગ નંબર ઉપલબ્ધ કરાવ્યા હતા.

આ પણ વાંચો, તુર્કીના હાગિયા સોફિયા મ્યૂઝિયમને મસ્જિદમાં ફેરવી દેવાના નિર્ણયની પોપ ફાન્સિસે કરી ટીકા


માઇક્રોસોફ્ટ SMS ઓર્ગનાઇઝર એપ
તેના દ્વારા સ્ટુડન્ટ્સ ધોરણ-10 અને 12ના પરિણામ તેમના રજિસ્ટર્ડ નંબર પર મોકલી દેવામાં આવશે. સ્ટુડન્ટ્સ આ એપને ડાઉનલો ડ કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધનીય છે કે આ ફીચર સંપૂર્ણ પણે ઓફલાઇન છે. તેનાથી પરિણામ મેળવવા માટે ઉમેદવારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી રહેતી.

આ પણ વાંચો, TRAIનો મોટો નિર્ણય, બ્લૉક થયા Airtel અને Vodafone-Ideaના આ પ્લાન્સ

ડિજી રીઝલ્ટ એપ
CBSEનું પરિણામ ડિજી રિઝલ્ટ એપ ઉપર પણ ઉપલબ્ધ છે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.
Published by: user_1
First published: July 13, 2020, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading