કૉંગ્રેસમાં હાર્દિક પટેલ બાદ નવા 3 કાર્યકારી અધ્યક્ષની થશે નિમણૂક, નવું માળખું જાહેર થશે


Updated: July 12, 2020, 3:44 PM IST
કૉંગ્રેસમાં હાર્દિક પટેલ બાદ નવા 3 કાર્યકારી અધ્યક્ષની થશે નિમણૂક, નવું માળખું જાહેર થશે
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

હાર્દિક પટેલની નિમણૂક થતા કોંગ્રેસ પક્ષના અસંતોષનો વંટોળ ઉભો થાય તે પહેલા જ કોંગ્રેસ પક્ષે નવી ફોર્મ્યુલા મુજબ નવા ત્રણ કાર્યકારી પ્રમુખ નિમણૂંક કરવાનું મન બનાવી લીધું છે

  • Share this:
ગુજરાત કોંગ્રેસમા (Gujarat congress) મોટા ફેરફાર આગામી સમયમાં જોવા મળશે. હાર્દિક પટેલની (Hardik patel) નિમણૂક બાદ હજુ નવા ત્રણ કાર્યકારી અધ્યક્ષ નિમણૂંક કોંગ્રેસ (Working president of congress) પક્ષ કરવા જઇ રહી છે . પ્રદેશ કોંગ્રેસનુ નવું સંગઠન પણ ટુંક સમયમાં પક્ષ જાહેર કરશે .ગુજરાત કોંગ્રેસ પક્ષનું નવું સંગઠન છેલ્લા અનેક મહામારીએ અટકી પડ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit chavda) સિવાય તમામ અન્ય હોદાઓ અને પદ દુર કરી દેવામાં આવ્યા છે . દિલ્હી હાઇ કમાન્ડે નવા સંગઠન માટે પ્રદેશ કોંગ્રેસના માળખાને વિખેરી નવું માળખું બનવા ભલામણ કરી છે.

પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી સંગઠન વગર કોંગ્રેસ પક્ષ ચાલી રહી છે . રાજ્યસભા ચૂંટણી બાદ મળેલા ખરાબ પરિણામ બાદ કોંગ્રેસ પક્ષ ફરી એકવાર હરક્તમા આવ્યો છે . દિલ્હી હાઇ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બાદ સેકન્ડ પોસ્ટ તરીકે હાર્દિક પટેલને જવાબદારી સોંપી છે . દિલ્હી હાઇ કમાન્ડ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે .

આ પણ વાંચો :   હાર્દિકનો હુંકાર, 'પેટાચૂંટણીમાં આઠેય બેઠકો જીતીશું, 2022માં એક તૃતિયાંશ બહુમતથી બનશે સરકાર'

હાર્દિક પટેલની નિમણૂક થતા કોંગ્રેસ પક્ષના અસંતોષનો વંટોળ ઉભો થાય તે પહેલા જ કોંગ્રેસ પક્ષે નવી ફોર્મ્યુલા મુજબ નવા ત્રણ કાર્યકારી (Three working president) પ્રમુખ નિમણૂંક કરવાનું મન બનાવી લીધું છે . કોંગ્ર્સ પક્ષની હર હમેશાં એક પદ્ધતિ રહી છે કે પ્રમુખને મજબુત કરવા માટે ગુજરાત ચાર ઝોનમાંથી કાર્યકારી પ્રમુખ બનાવે છે . પરંતુ કોંગ્રેસ પક્ષમાં કાર્યકારી પ્રમુખ કોઇ ખાસ વજન અત્યાર સુધી જોવા મળ્યું નથી .

આ પણ વાંચો :   હાર્દિક પટેલ : માત્ર પાંચ વર્ષમાં પાટીદાર આંદોલનકારીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર ખેડીમાત્ર સામાજીક સમીકરણ સેટ કરવા માટે જવાબદારી સોંપાતી હોય છે. પરંતુ કૉંગ્રેસ પાર્ટી આ વખતે યુવાઓને સ્થાન આપી એક નવો મેસેજ આપવા માંગે છે. કોંગ્રેસ નવા યુવા ચહેરાઓ સાથે નવી ટીમ બનવા કવાયત હાથ ધરી છે.
હાર્દિક પટેલ ચૂંટણી લડશે તેવી અટકળો જોર પક્યુ હતું . પરંતુ હાર્દિક પટેલ દ્વારા જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુપ્રિમ કોર્ટના કેસ ચાલતો હોવાથી ચૂંટણી લડી શકીશ નહી.
Published by: Jay Mishra
First published: July 12, 2020, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading