ACB trap: દેવ ભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, કયા કામ માટે માંગ્યા રૂપિયા?


Updated: October 14, 2021, 10:13 PM IST
ACB trap: દેવ ભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, કયા કામ માટે માંગ્યા રૂપિયા?
દેવભૂમિ દ્વારકા ડે. કલેક્ટર

ACB trap: ગાંધીનગર એસીબીની ટીમ (Gandhinagar ACB team) દ્વારા દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર (Devbhoomi Dwarka Deputy Collector) નિહાર ભેટારિયા રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ (deputy collector caught taken bribe) ઝડપી લીધા છે.

  • Share this:
અમદાવાદઃ એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) ફરી એક વખત સરકારી બાબુઓ (Govermnet officer) સામે લાલ આંખ કરી છે. ગાંધીનગર એસીબીની ટીમ (Gandhinagar ACB team) દ્વારા દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર (Devbhoomi Dwarka Deputy Collector) નિહાર ભેટારિયા રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ (deputy collector caught taken bribe) ઝડપી લીધા છે.

એસીબીના ફરિયાદીતથા ફરીયાદીના બે મિત્રોએ પાક રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા સારૂ પ્રાંત કચેરી, દેવભુમિ દ્વારકા ખાતે દરખાસ્ત મુકેલ હતી. જે દરખાસ્ત મંજુર કરવા સારૂ દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) નાઓએ વ્યક્તિ દીઠ એક લાખ રૂપિયા, એમ કુલ ત્રણ પરવાના મંજુર કરવા સારૂ ત્રણ લાખ રૂપિયાની લાંચના નાણાંની માંગણી કરી હતી.

પરંતુ ફરિયાદી તથા અન્ય સાહેદ લાંચના નાણાં આપવા માંગતા ન હોય,  ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં, આરોપીએ ફરિયાદીસાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 3 લાખ લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જઇ, ગુનો આચરેલ હોય, તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

હાલમાં પોલીસ એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે acbના લપેટમાં મોટા ભાગે નાના કર્મચારીઓ વધારે આવી જતા હોય છે. પરંતુ વર્ગ-1ના અધિકરીઓ ખુબજ મુશ્કેલથી લાંચ લેતા રંગે હાથ પકડાતા હોય છે એવામાં પ્રાંત અધિકારીની ધરપકડથી ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલacbપાસે થી મળતી માહિતી પ્રમાણે આ અધિકારીના ઘર, બેંક માહિતી સહિત તેને આ સિવાય લાંચ લઈને અન્ય કોઈ મિલકત વસાવી છે કે કેમ તે માટે અલગ અલગ ટિમો કામ કરી રહી છે.

મહત્વનું છે કે 2 દિવસ પહેલા પણ એક હથિયારી પીઆઈ પણ લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જોકે દિવાળીને લઈ પણ acbની ટીમ સર્ચ ઓપરેશન કરી શકે તેમ છે.

આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

ઉલ્લખનીય છે કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના બે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ એસીબીએ બે લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. ઉપરાંત આ લાંચ કેસમાં એસીબીએ તાલુકા વિકાસ અધિકારી અને તેઓના વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા એક કર્મચારીની પણ લાંચની રકમની માંગણી મુદ્દે અટકાયત કરી હતી.

આમ કોન્ટ્રાકટર પાસેથી મનરેગા યોજનાના મંજુર થયેલા બિલના નાણાં ચુકવણી મુદ્દે લાંચની કરેલી માંગણી અંતર્ગત ટીડીઓ અને ત્રણ કર્મીઓની એસીબીએ અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે લાવી કાર્યવાહી શરૂ કરી છે.
Published by: ankit patel
First published: October 14, 2021, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading