રાજકોટઃ ચાલુ કારમાં સળગેલા ફટાકડા ફેંકનારા ઝડપાયા, મહેશ માવાણી અને સોહીલ શેખને નાસ્તો કરવા ગયાને મસ્તી સુજી?


Updated: October 28, 2021, 5:53 PM IST
રાજકોટઃ ચાલુ કારમાં સળગેલા ફટાકડા ફેંકનારા ઝડપાયા, મહેશ માવાણી અને સોહીલ શેખને નાસ્તો કરવા ગયાને મસ્તી સુજી?
પકડાયેલા આરોપીઓ અને વાયરલ વીડિયોની તસવીર

rajkot crime news:અલ્ટો કારમાં (Alto car) સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ રસ્તા પર સળગતા ફટાકડા (Burning fireworks) ફેંકી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો હેરાન (Drivers)પરેશાન થઈ રહ્યા છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરમાં (rajkot city) છેલ્લા બે દિવસથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં અલ્ટો કારમાં સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ ફટાકડા ફોડી રોડ પર ફેંકી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા. ત્યારે વાયરલ વીડિયો મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી.

જે તપાસમાં એ ડિવિઝન પોલીસ દ્વારા વીડિયોમાં જે કારના નંબર કેદ થયા હતા. તે નંબરના આધારે પોલીસે અલ્ટો કારના માલિક ની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કાર મહેશ ભાઈ માવાણીની હોવાની જાણવા મળ્યું હતું.

સમગ્ર મામલે મહેશ માની પૂછપરછ કરતાં ગત 24મી ઓક્ટોબરના રોજ તે અને તેનો મિત્ર સોહીલ હબીબભાઈ શેખ કાર લઈને નાસ્તો કરવા ગયા હતા. તેમજ નાસ્તો કરીને તેઓ જ્યારે એસ્ટ્રોન ચોકમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચાલુ કર દરમિયાન તેમને ફટાકડા ફોડી રોડ પર ફેંક્યા હોવાની કબૂલાત પણ આપી છે. જે અંતર્ગત પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

વાઇરલ વીડિયોમાં શું થયું હતું કેદ
દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠેરઠેર જગ્યાએ ફટાકડાના સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં હાલ ફટાકડા નું વેચાણ પણ જોવા મળી રહ્યું છે.


ત્યારે રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક નજીક સરદાર નગર મેન રોડ નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં MH06AL 1416 નંબરની કારમાં સવાર વ્યક્તિ ચાલુ ગાડીએ ફટાકડા સળગાવી રોડ પર ફેંકી રહ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પ્યાસીઓની દિવાળી બગડી! જૂનાગઢ પહોંચી વોટ્સએપ કોલ કરી દારૂની ડિલિવરી થાય એ પહેલા કન્ટેનર ઝડપાયું

જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
Published by: ankit patel
First published: October 28, 2021, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading