Gujarat Assembly Elections : કોંગ્રેસ 1 કરોડ વચન પત્ર ઘરે-ઘરે આપશે, આ નંબર પર મિસકોલ કરી રજીસ્ટ્રશન કરી શકાશે


Updated: September 15, 2022, 7:05 PM IST
Gujarat Assembly Elections : કોંગ્રેસ 1 કરોડ વચન પત્ર ઘરે-ઘરે આપશે, આ નંબર પર મિસકોલ કરી રજીસ્ટ્રશન કરી શકાશે
24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના સિનિયર નેતાઓ બુથ સુધી જશે

Gujarat Assembly Elections 2022 - કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે કોગ્રેસ તમામ વર્ગ અને સમાજના મુદાઓ લઇ પ્રજા વચ્ચે જશે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Elections)નજીક આવી રહી છે. રાજકીય પક્ષો સક્રિય થયા છે. એક પછી એક પક્ષ ગુજરાતમાં (Gujarat)જનતાને કામના વાયદાઓ અને ભવિષ્યમાં શું કરવા માંગે છે તે વાયદો કરી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ડબલ એન્જીન સરકાર સૌ કોઇના કામ કરી રહી છે. આપ દ્વારા એક પછી એક ગેરન્ટી કાર્ડ અપાયા છે. ત્યારે હવે કોંગ્રેસ (Congress)પક્ષે પણ ચૂંટણીમાં વચન પત્ર જાહેર કરશે. રાહુલ ગાંધી અમદાવાદ ખાતેની જનસભામાં જાહેર કરાયેલ જાહેરાતોને કોંગ્રેસ વચન પત્ર બનાવશે.કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે કોગ્રેસ તમામ વર્ગ અને સમાજના મુદાઓ લઇ પ્રજા વચ્ચે જશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કરેલા જાહેર સભામાં કોગ્રેસ પક્ષે આઠ વચન ગુજરાતની જનતાને આપ્યા હતા.

કોંગ્રેસ પક્ષ આ વચનને કાયદો બનાવવા માટે વચન પત્ર હવે બનશે કાયદો થીમ પર ગેરન્ટી કાર્ડ તૈયાર કરશે. આગામી દિવસમાં કોંગ્રેસ એક કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરશે. 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના સિનિયર નેતાઓ બુથ સુધી જશે. બુથ દીઠ ઘર-ઘર જઇ કોંગ્રેસ વચન પત્ર લખાવશે. કોગ્રેસે વચન પત્ર માટે નંબર જાહેર કરાયો છે. 8108125125 પર મિસકોલ કરી રજીસ્ટ્રશન કરી શકાશે.

આ પણ વાંચો - કોંગ્રેસ સ્કિનિંગ કમિટીમાં નિર્ણય: ચાલુ ધારાસભ્યો રિપીટ કરાશે, વાંચ્છુકો બાયોડેટા જમા કરાવે

કોંગ્રેસના વચનો

કોંગ્રેસના કેવા છે વચનો


-દર મહિને 300 યુનિટ સુધી વિજબીલ માફ-મહિલાઓને ગેસનો બાટલો 500 રૂપિયામાં
-10 લાખ સુધીની મફત સારવાર
-10 લાખ સરકારી નોકરીઓ
-50 ટકા નોકરીઓ પર મહિલા અધિકાર
-કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબુદ કરાશે
-બેરોજગારોને 3હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું
-દૂધ ઉત્પાદકોને દરેક લીટર ઉપર 5 રૂપિયા સબસિડી
-3 હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો તથા દીકરીઓને કેજીથી પીજી સુધી ભણતર મફત
-4 લાખ રૂપિયા કોવિડ વળતર
-ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાયદો

મહત્વપૂર્ણ છે કે ચૂંટણી નજીક આવી છે અને રાજકિય પાર્ટીઓ વાયદાનો વેપાર કરતા હોય તેમ એક પછી એક લહાણી કરી રહ્યા છે. જોવાનું રહે છે કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વચન પત્રો પ્રજાજનો પર કેટલા વિશ્વાસ સાબિત થાય છે તે આવનાર સમયે બતાવશે. હાલ તો તમામ રાજકિય પક્ષો પ્રજાને તેમના તરફ આકર્ષિત કરવા પ્રયાસ શરૂ કર્યા છે .
Published by: Ashish Goyal
First published: September 15, 2022, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading