રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત, રેકોર્ડબ્રેક 15,269 લોકોએ કોરોનાને માત આપી

News18 Gujarati
Updated: May 13, 2021, 9:28 PM IST
રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત, રેકોર્ડબ્રેક 15,269 લોકોએ કોરોનાને માત આપી
(પ્રતિકાત્મક તસવીર)

આજે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ થયું, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 109 દર્દીના મોત

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10,742 કેસ નોંધાયા છે. જેની સામે 15,269 દર્દીઓ સાજા થયા છે. સતત કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 109 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8840 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.85 ટકા છે. અત્યાર સુધીમાં 1,47,18,861 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 2942, સુરતમાં 1003, વડોદરામાં 1111, રાજકોટમાં 691, જામનગરમાં 474, મહેસાણામાં 399, ભાવનગરમાં 330, જૂનાગઢમાં 572, ગાંધીનગરમાં 232, અમરેલીમાં 298, બનાસકાંઠામાં 259, પંચમહાલમાં 223, કચ્છમાં 185, આણંદમાં 177, ભરૂચમાં 173, ગીર સોમનાથમાં 171, ખેડામાં 162, પાટણમાં 147, દેવભૂમિ દ્વારકામાં 131, સાબરકાંઠામાં 123, દાહોદમાં 121, મહીસાગરમાં 113 સહિત કુલ 10472 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 109 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 16, સુરતમાં 14, રાજકોટમાં 9, વડોદરામાં 10, જામનગરમાં 9, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 11, મહેસાણામાં 4, ગાંધીનગર, ભરુચ, અમરેલી, પંચમહાલ અને કચ્છમાં 3-3 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 7110, સુરતમાં 1865, વડોદરામાં 988, રાજકોટમાં 549, જામનગરમાં 687, મહેસાણામાં 427, ભાવનગરમાં 454, ગાંધીનગરમાં 342, જૂનાગઢમાં 301, સાબરકાંઠામાં 221, બનાસકાંઠામાં 201, ગીર સોમનાથમાં 191સહિત કુલ 15269 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 122847 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 796 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 122051 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 593666 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: May 13, 2021, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading